નવી દિલ્હી: નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર DRI (Directorate of Revenue Intelligence) ને મોટી સફળતા મળી છે. સોનાની દાણચોરીમાં સંડોવાયેલા 8 મુસાફરોની ધરપકડ કરાઈ. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ આ પકડાયેલા મુસાફરો પાસેથી 504 વિદેશી સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે. સોનાના આ બિસ્કિટનું વજન 83.321 કિલોગ્રામ છે. જેની બજાર કિંમત લગભગ 42.89 કરોડ જણાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold: સોનામાં આ રીતે રોકાણ કરશો તો ચોક્કસ થશે ધનના ઢગલા, જો જો...સોનેરી તક ન છોડતા!


વિદ્યાર્થીઓને કોરોનાથી બચાવવા માટે શાળામાં કેવી હોવી જોઈએ વ્યવસ્થા? આ સ્કૂલે કરી બતાવ્યુ


ડીઆરઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તમામ આરોપીઓ પાસેથી ફેક ઓળખ પત્રો મળી આવ્યાં છે અને તેમણે ભારત-મ્યાંમાર સરહદના માધ્યમથી ભારતમાં સોનાની દાણચોરી કરી હતી. સોનાને ખાસ પ્રકારના સીવડાવવામાં આવેલા કપડામાં છૂપાવવામાં આવ્યું હતું. તમામ આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને આગળની તપાસ ચાલુ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube