Job: નોકરી કરનારા લોકો માટે અચ્છે દિન!, આગામી વર્ષે મળશે અઢળક નોકરીઓ, પગારમાં પણ થશે વધારો
Good News For Employees: આગામી વર્ષે લોકોને અનેક નોકરીઓ મળવાની છે. અને તે જ્યાં રહેશે ત્યાં પગાર પણ સારો વધશે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં હાઈ સેલેરીનો દોર ફરી પાછો આવી શકે છે.
નવી દિલ્લી: નોકરી કરનારા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. એક સર્વે પ્રમાણે વર્ષ 2022માં ભારતના કોર્પોરેટ સેક્ટરના કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.3 ટકાનો વધારો થઈ શકે છે. કર્મચારીઓને ચારેબાજુએથી ચાંદી-ચાંદી જ રહેશે. લોકોને અઢળક નોકરીઓ મળશે અને તે જ્યાં રહેશે ત્યાં પણ સેલેરીમાં સારો વધારો થશે.
આ રિપોર્ટમાં કહેવાામાં આવ્યું છે કે એશિયા-પ્રશાંતમાં આગામી વર્ષ સૌથી સારી સેલેરી સરસાઈ ભારતમાં થશે. વૈશ્વિક સલાહકાર, બ્રોકિંગ અને સમાધાન કંપની Willis Towers Watsonના સેલેરી બજેટ પ્લાનિંગ રિપોર્ટ અનુસાર ભારતમાં હાઈ સેલેરીનો દોર પાછો આવી શકે છે. ભારતમાં વર્ષ 2022માં કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.3 ટકાનો વધારો થશે. એટલું જ નહીં વર્ષ 2021માં સેલેરી સરસાઈ 8 ટકા રહેવાનું અનુમાન છે.
Oops Moment...હવાના ઝોંકા સાથે ઉડ્યો Janhvi Kapoor નો ડ્રેસ, VIDEO થઇ રહ્યો છે VIRAL
કર્મચારીઓને ચાંદી-ચાંદી:
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓની સામે કર્મચારીઓને આકર્ષિત કરવા અને તેમને પોતાની સાથે જોડી રાખવાનો પડકાર છે. એવામાં 2022માં કંપનીઓ કર્મચારીઓના પગારમાં વધારો કરશે. રિપોર્ટ પ્રમાણે ઈકોનોમીમાં સુધારાના કારણે ભારતમાં કંપનીઓએ આગામી 12 મહિનાના પોતાના રેવેન્યૂ આઉટલુકને લઈને સકારાત્મક વલણ દર્શાવ્યું છે. તેના કારણે આગામી વર્ષે કંપનીઓની ભરતી પ્રક્રિયામાં 30 ટકાનો વધારો થઈ શકે છે.
2022માં આવશે નોકરીઓની ભરમાર:
કર્મચારીઓ માટે 2022નું વર્ષ સૌથી સારું રહેવાની શક્યતા છે. જેમાં અનેક નોકરીઓ હશે અને જ્યાં રહેશે ત્યાં પણ સેલેરીમાં સારો વધારો થશે. આ રિપોર્ટ છમાહી સર્વે છે. આ સર્વે મે અને જૂન 2021 દરમિયાન એશિયા-પ્રશાંતના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોની 1405 કંપનીઓની વચ્ચે કરવામાં આવ્યો. તેમાંથી 435 કંપનીઓ ભારતની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube