મોંઘા પેટ્રોલનું ટેન્શન ખતમ, વાહન ચલાવવું થઈ જશે સસ્તું, નીતિન ગડકરીએ આપી ખુશખબર
Nitin Gadkari on Electric Vehical : જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત પેટ્રોલના વાહનો બરાબર હશે.
નવી દિલ્હીઃ રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યુ કે ટેક્નોલોજી અને ગ્રીન ફ્યૂલમાં તેજીથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલનો ખર્ચ ઓછો થઈ જશે, જેનાથી તે આગામી બે વર્ષોમાં પેટ્રોલથી ચાલનાર વાહનો બરાબર થઈ જશે.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી 2022-2023 માટે અનુદાનની માંગો પર લોકસભામાં જવાબ આપતા ગડકરીએ કોસ્ટ ઇફેક્ટિવ ભારતમાં બનનાર ફ્યૂલને અપનાવવાની જરૂરીયાત પર ભાર આપ્યો અને આશા વ્યક્ત કરી કે આ ફ્યૂલ જલદી વાસ્તવિકતા બની જશે, જેનાથી પ્રદૂષણનું સ્તર ઓછુ થઈ જશે અને દિલ્હીના વાતાવરણમાં સુધાર થશે.
આ પણ વાંચોઃ 2024 સુધી અમેરિકા જેવા બની જશે ભારતના રસ્તા, લોકસભામાં ગડકરીએ સામે રાખ્યો દેશનો રોડમેપ
ગડકરીએ સાંસદોને પરિવહન માટે હાઇડ્રોજન તકનીક અપનાવવાનો આગ્રહ કરતા તેમને પોત-પોતાના જિલ્લામાં ગટરના પાણીથી ગ્રીન હાઇડ્રોજન બનાવવા માટે પહેલ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે હાઇડ્રોજન જલદી સૌથી સસ્તો ફ્યૂલ વિકલ્પ હશે.
વાહન ચલાવવાનો ખર્ચ આવશે 10 રૂપિયા
ગડકરીએ કહ્યુ કે હું વધુમાં વધુ બે વર્ષની અંદર ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટોરિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલનાર સ્કૂટર, કાર, ઓટોરિક્ષા સમાન હશે. લિથિયમ-આયન બેટરીની કિંમતો ઓછી થઈ રહી છે. અમે જિંક-આયન, એલ્યૂમીનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીની આ કેમેસ્ટ્રી ડેવલોપ કરી રહ્યાં છીએ. જો પેટ્રોલ, તમે 100 રૂપિયાનું ખર્ચ કરી રહ્યાં છો તો ઇલેક્ટ્રિક વાહન પર તમે 10 રૂપિયા (ઉપયોગ કરવા માટે) ખર્ચ કરશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube