2024 સુધી અમેરિકા જેવા બની જશે ભારતના રસ્તા, લોકસભામાં ગડકરીએ સામે રાખ્યો દેશનો રોડમેપ

નીતિન ગડકરીએ કહ્યુ- અમેરિકી રાષ્ટ્રપતિ જોન કેનેડીનું એક વાક્ય હું દરેક સમયે યાદ રાખુ છું- અમેરિકાના રોડ એટલા માટે સારા નથી કારણ કે અમેરિકા અમીર દેશ છે. અમેરિકા એટલે અમીર છે, કારણ કે અહીંના રસ્તા ખુબ સારા છે.

2024 સુધી અમેરિકા જેવા બની જશે ભારતના રસ્તા, લોકસભામાં ગડકરીએ સામે રાખ્યો દેશનો રોડમેપ

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર દેશમાં રસ્તાઓ સારા બનાવવા માટે ખુબ કામ કરી રહી છે. દેશના રોડના કામકાજની જવાબદારી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પાસે છે. તેમણે આજે સંસદમાં કહ્યુ કે, અમેરિકાના રોડ એટલા માટે સારા નથી, કારણ કે અમેરિકા ધનવાન છે. અમેરિકા ધનવાન છે, કારણ કે અમેરિકાના રોડ સારા છે. ભારતને સમૃદ્ધ બનાવવા માટે, હું નક્કી કરવા ઈચ્છુ છું કે ડિસેમ્બર 2024 પહેલા ભારતના રોડનું માળખુ અમેરિકા જેવું હશે. રોડ, પરિવહન તથા રાજમાર્ગ મંત્રી ગડકરીએ મંગળવારે લોકસભામાં કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાથી છૂટકારો મેળવવા અને રસ્તાના આધારભૂત માળખાના નિર્માણ માટે 62 હજાર કરોડ રૂપિયાની યોજના પર કામ ચાલી રહ્યું છે. 

2024 પહેલાં અમેરિકા જેવા હશે દેશના રોડ
નીતિન ગડકરીએ કહ્યુ- અમેરિકી રાષ્ટ્રપતિ જોન કેનેડીનું એક વાક્ય હું દરેક સમયે યાદ રાખુ છું- અમેરિકાના રોડ એટલા માટે સારા નથી કારણ કે અમેરિકા અમીર દેશ છે. અમેરિકા એટલે અમીર છે, કારણ કે અહીંના રસ્તા ખુબ સારા છે. 2024 પૂર્ણ થતાં પહેલા હિન્દુસ્તાનનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા બરાબર હશે, આ વિશ્વાસ હું અપાવવા ઈચ્છુ છું. 

કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યુ, દિલ્હીથી મેરઠ ચાલીસ મિનિટ થાય છે. મેરઠના લોકોએ જણાવ્યું કે અમે કનોટ પ્લેસ જઈએ, ત્યાં આઇસ્ક્રીમ ખાઈ પરત આવીએ છીએ. તે જણાવો કે સાડા ચાર કલાક ગાડી ચાલશે, જેટલું પેટ્રોલ-ડીઝલ જોશે, તે 40 મિનિટમાં બજેટ થઈ જશે, તે અમે ટોલ લઈએ છીએ. 

— ANI (@ANI) March 22, 2022

ગડકરીએ કહ્યુ કે, આજે દેશની સૌથી મોટી સમસ્યા લોજિસ્ટિક ખર્ચ છે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કાચા તેલના ભાવ ફરી વધી ગયા છે અને આ કારણે વસ્તુની કિંમત વધી રહી છે. મંત્રીએ કહ્યુ કે લોજિસ્ટિકનો ખર્ચ ચીનમાં 8થી 10 ટકા છે, જ્યારે અમેરિકા તથા યુરોપીયન દેશોમાં તે 12 ટકા છે. તેમણે કહ્યું કે, ઓછા અંતરના રોડ બનવાથી કોઈ ટ્રક જો દિલ્હીથી મુંબઈ 50 કલાકની જગ્યાએ 22 કલાકમાં પહોંચશે તો તેનાથી સમય બચશે અને ડીઝલ બચશે. 

ગડકરીએ કહ્યુ કે યાત્રામાં ઓછો સમય લાગવાથી પેટ્રોલ બચે છે અને પ્રદૂષણ પણ ઓછુ થાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, 'પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂરુ કરવા માટે નિકાસ વધારવી જોઈ અને તે માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિસ્પર્ધિ બનવું પડશે તથા લોજિસ્ટિકનો ખર્ચ ઓછો કરવો પડશે.' તેમણે કહ્યું કે, આ દિશામાં ગ્રીન એક્સપ્રેસ હાઈવેથી જામ ઓછો થશે. લોજિસ્ટિક ખર્ચ ઓછો થશે અને ઈંધણ બચશે. તેમણે કહ્યું કે, આવા 22 ગ્રીન એક્સપ્રેસ હાઈવે બની રહ્યાં છે. 

ડિસેમ્બર પહેલાં દિલ્હીથી 2 કલાકના અંતરે ઘણા શહેર
લોકસભામાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ વર્ષે ડિસેમ્બર પહેલા દિલ્હીથી ઘણા શહેર માત્ર બે કલાકના અંતરે હશે. તેમણે આ લિસ્ટ ગણાવતા કહ્યું કે દિલ્હીથી જયપુર 2 કલાકમાં, દિલ્હીથી હરિદ્વાર બે કલાકમાં, દિલ્હીથી દેહરાદૂન બે કલાકમાં, દિલ્હીથી જયપુર બે કલાકમાં, દિલ્હીથી અમૃતસર 4 કલાકમાં, દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં આ વર્ષે ડિસેમ્બરમાં સંભવ થઈ જશે. તેમણે કહ્યું કે સાઉથમાં પણ આ કામ ચાલી રહ્યું છે. ચેન્નઈથી બેંગલુરૂનો રોડ પણ બે કલાકનો થઈ જશે. રોડના વિકાસનું આ લાંબુ લિસ્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news