નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે અત્યાર સુધી દેશમાં સંક્રમણના 18601 મામલાની પુષ્ટિ થઈ ચુકી છે. તેમાંથી 590 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ આ વચ્ચે એક સારી અને રાહતભરી ખબર તે છે કે હવે લોકો ઝડપથી સ્વસ્થ થવા લાગ્યા છે. દેશમાં અત્યાર સુધી 3252 દર્દીઓ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. માત્ર સોમવારે 705 દર્દીઓએ કોરોનાને માત આપી જે દેશમાં એક દિવસમાં કોઈપણ દિવસે કોરોનાથી  મુક્ત થનાર સૌથી મોટો આંકડો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસથી કોરોના મુક્ત થનારની સંખ્યા વધી રહી છે. કોરોના વિરુદ્ધ ભારતની જંગમાં આ ખુબ શુભ સંકેત છે. છેલ્લા કેટલાક દિવસના આંકડા જોઈએ તો 15 એપ્રિલે 183 લોકો સ્વસ્થ થયા હતા. 16 એપ્રિલે આ સંખ્યા વધીને 260 થઈ ગઈ હતી. 17 એપ્રિલે 243 લોકો કોરોનાથી મુક્ત થયા તો 18 એપ્રિલે 239 લોકોએ કોરોનાને માત આપી હતી. આ રીતે 19 એપ્રિલે 3016 લોકો સારવાર બાદ કોરોનાથી સ્વસ્થ થયા હતા. 20 એપ્રિલે રેકોર્ડ 705 લોકોની કોરોનાથી મુક્તિ થઈ હતી. 


તારીખ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ
15 એપ્રિલ 183
16 એપ્રિલ 260
17 એપ્રિલ 243
18 એપ્રિલ 239
19 એપ્રિલ 316
20 એપ્રિલ 705

લૉકડાઉનમાં 150 કિલોમીરટ ચાલી 12 વર્ષની છોકરી, ઘરેથી થોડે દૂર ગુમાવ્યો જીવ


વાત જો રાજ્યો પ્રમાણે કરીએ તો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં 572 લોકો અત્યાર સુધી સ્વસ્થ થઈ ચુક્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ આંકડો 431 છે. કેરલમાં 408 દર્દીઓમાંથી 291 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. આ રીતે બિહારમાં કુલ 113માંથી 42, યૂપીમાં 1184 દર્દીઓમાં સારવાર બાદ અત્યાર સુધી 140 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. તમિલનાડુમાં આ આંકડો 457, રાજસ્થાનમાં 205, તેલંગણામાં 190, મધ્યપ્રદેશમાં 127, ગુજરાતમાં 131 અને હરિયાણામાં 127 લોકોએ સારવાર બાદ કોરોનાને માત આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર