મોદીનું મિશન 2019, આ પગલાથી પ્રાઇવેટ કર્મચારીઓ થઇ જશે માલામાલ
જો તમે પ્રાઇવેટ નોકરી કરો છો તો મોદી સરકાર તમારા માટે લઇને આવી છે એક મોટો અને લાભદાયક નિર્ણય
નવી દિલ્હી : જો તમે પ્રાઇવેટ જોબ કરો છો તો મોદી સરકાર તમને સામાન્ય ચૂંટણી 2019થી પહેલા મોટી ગીફ્ટ આપી શકો છો. સરકાર પ્રાઇવેટ કર્મચારીઓને ખુશ કરવા માટે ગ્રેચ્યુટીને મેળવવા માટેના નિયમોમાં મોટો નિર્ણય લઇ શકે છે. વાત જાણે એમ છે કે કેન્દ્ર સરકાર પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી મેળવવાની ન્યૂનતમ સમય સીમા 5 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી શકે છે, જેનાથી પ્રાઇવેટ કર્મચારીઓને મોટો ફાયદો થશે.
સુત્રો અનુસાર સરકારે પ્રાઇવેટ કર્મચારીઓને ગ્રેચ્યુટીની ગીફ્ટ આપવા માટે મન બનાવી લીધું છે. આ અંગે લેબર મિનિસ્ટ્રીએ ઇન્ડસ્ટ્રી પાસેથી પોતાના મંતવ્યો મંગાવ્યા છે. બીજી તરફ આગામી 4 ડિસેમ્બરે નવગઠિત ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટ એટલે કે (CBT)ની બેઠક થવાની છે, આ બેઠકમાં આ મુદ્દે ચર્ચાની સંભાવના છે.
શું છે ગ્રેચ્યુટી?
ગ્રેચ્યુટી કર્મચારીઓને મળનારા એક પૂર્વ પરિભાષિત લાભ છે. કર્મચારીઓને ગ્રેચ્યુટીનો ફાયદો એક નિર્ધારિત ફોર્મ્યુલા હેઠળ મળે છે. તેના માટે કર્મચારીને કેટલીક શરતો પુરી કરવાની હોય છે. જો કોઇ કર્મચારી કોઇ સંસ્થામાં સતત પાંચ વર્ષ સુધી પોતાની સેવાઓ આપે છે તો તેઓ ગ્રેચ્યુટીનો હકદાર બની જાય છે. સરકાર તેને ઘટાડીને 3 વર્ષ કરવા અંગે વિચાર કરી રહ્યી છે.
કઇ રીતે મળે છે ગ્રેજ્યુટીનો ફાયદો
જો કોઇ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સતત 5 વર્ષ સુધી કામ કરે છે, તો તેને ગ્રેચ્યુટીનો લાભ મળે છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ, 1972 હેઠળ આ લાભ તે સંસ્થાના દરેક કર્મચારીને મળે છે, જ્યાં 10થી વધારે કર્મચારીઓ કામ કરે છે. બીજી તરફ સરકારે ટેક્સફ્રી ગ્રેચ્યુટીની રકમ 10 લાખથી વધીને 20 લાખ રૂપિયા કરી દીધી છે.
ગ્રેચ્યુટીની ગણત્રી
સંસ્થા દ્વારા કર્મચારીઓને એક વર્ષની નોકરી પર ગત્ત સેલેરીનાં 15 દિવસમાં બરાબરીની રકમ ગ્રેજ્યુટી તરીકે મળે છે. હવે 15 દિવસની રકમમાં (બેઝીક સેલેરી+ મોંઘવારી ભથ્થું+ કમીશન) જોડાયેલું હોય છે.
બીજી તરફ જો કોઇ કર્મચારી પોતાની સર્વિસના અંતિમ વર્ષથી 6 મહિનાથી વધારે કામ કરે છે તો તેને ગ્રેજ્યુટીનાં કેલ્કુલેશન માટે આખુ વર્ષ માનવામાં આવશે. ઉદાહરણ તરીકે કોઇ કર્મચારી પોતાની સંસ્થામાં 5વર્ષ 7 મહિના કામ કરે તો તેની ગ્રેજ્યુટી 6 વર્ષની સર્વિસના આધારે કરવામાં આવશે.
ગ્રેચ્યુટી માટે આ નિયમ ખાસ
જો તમે કોઇ કંપનીમાં 5 વર્ષથી વધારે કામ કર્યું તો તમે સરળતાથી પોતે પણ ગણત્રી કરી શકો છો કે તમારી ગ્રેચ્યુટીમાં કેટલી રકમ મળશે. ગ્રેચ્યુટીની ગણત્રી માટે એક મહિનામાં કામનાં 26 દિવસ તરીકે ગણવામાં આવે છે. આ આધારે 15 દિવસની ગ્રેજ્યુટીની ગણત્રી કરવામાં આવે છે( માસિક વેતન X15)/26. આ સંખ્યાને સર્વિસના વર્ષથી ગણીને ગ્રેચ્યુટીની ગણત્રી કરવામાં આવે છે. આ ફોર્મ્યુલા રિટાયરમેન્ટ પર ગ્રેજ્યુટીની ગણત્રી માટે પણ અપનાવવામાં આવે છે.
મહિનાની અંદર ગ્રેચ્યુટીની ગણત્રીનું પ્રાવધાન
કર્મચારીની નોકરીના અંતિમ 10 દિવસની અંદર કર્મચારીઓને ગ્રેજ્યુટીની ચુકવણી કરવાની હોય છે. જો તેમાં 30થી વધારેનો સમય લાગે છે તો પછી કર્મચારીઓને વ્યાજ સહિત જોડીને મળે છે.
જો કે ભારતીય મજુર સંઘની સરકાર પાસેથી માંગ છે કે જે જેટલા દિવસ કામ કરે તેને તેટલા જ દિવસની ગ્રેજ્યુટી મળવી જોઇએ. મજુર સંઘે પોતાની આ માંગણી મુદ્દે સતત શ્રમ મંત્રાલયના સંપર્કમાં છે. સંઘનું કહેવું છે કે કંપનીઓ આજકાલ કોન્ટ્રાક્ટ પર વધારે કર્મચારીઓને રાખે છે. એટલા માટે તેમની માંગ બિલ્કુલ યોગ્ય છે.