મોનાલી સોની, અમદાવાદઃ કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમ વર્ષોથી એક મોડેલ સિસ્ટમ ગણાય છે, જે અંતર્ગત અત્યાર સુધી લાખો સ્કીલ્ડ વર્કર્સ, રેફ્યુજી ઉપરાંત કેનેડા સ્થિત પોતાના પરિવારજનો સાથે રહેવા માગતા લોકોને વિઝા, પીઆર કે નાગરિકત્વ આપવામાં આવ્યા છે. કેનેડાના ફાર્મિંગ, ફુડ પ્રોસેસિંગ, હેલ્થકેર જેવા સેક્ટર્સ માઈગ્રેટેડ લેબર્સ પર જ નિર્ભર છે. જોકે, કોરોનાનાં કારણે આ સેક્ટર્સમાં કામ કરતાં લોકોને સંક્રમણ લાગતા હાલ મંદીનો માહોલ છવાયો છે. જેના પગલે દેશમાં પીઆર આપવાની માગણીએ પણ જોર પકડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીયોને લાગ્યુ વિદેશ જવાનું ઘેલુ
વર્ષોથી ભારતીયોમાં વિદેશનું ઘેલુ લાગ્યુ છે. પછી તે અમેરિકા હોય, લંડન હોય કે પછી કેનેડા. અમેરિકામાં વિઝા નિયમ કડક થયા બાદ, ભારતીયોનું વલણ કેનેડા તરફ ઝૂક્યુ છે. કેનેડાની સરળ નીતિના કારણે લોકો અમેરિકાનાં બદલે કેનેડા તરફ નજર દોડાવી રહ્યાં છે.


ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...?  



SUNDAY SPECIAL: જાણો કેમ રખાય છે રવિવારે રજા, કોના કારણે ભારતમાં શરૂ થઈ રવિવારની રજાની પ્રથા


વિદ્યાર્થીઓ માટે કેનેડામાં છે ઉજ્જવળ તક
કેનેડા વિકસતો દેશ છે, ત્યાં હાલ માણસોની ખૂબ જ જરૂર છે. કેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ વિશાળ દેશ છે અને ત્યાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને પંજાબી અને ગુજરાતીની સંખ્યા સારી એવી છે. કેનેડામાં હાલ એવા લોકોની વધારે જરૂરિયાત છે કે જેમની પાસે ટેક્નિકલ આવડત હોય. આ સિવાય સાયન્સ સાથે જોડાયેલ એન્જિનિયરિંગ, ડૉક્ટરનો અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે કેનેડામાં ઉજ્જવળ તક છે. કેનેડા દ્વારા ઈમિગ્રેશનનાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે હેઠળ ભારતનાં વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ કુશળતા ધરાવતા ભારતીયોને ફાયદો થશે. કેનેડામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં 14 ટકા ભારતીય હોય છે. 



કેનેડાના PR લેવા માગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ
કેનેડાના PR લેવા માગતા ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ છે. કોરોનાનાં કારણે ઠપ્પ થઈ ગયેલા અર્થતંત્રને વેગ આપવા માટે કેનેડાની સરકારે મોટાપાયે વિદેશ નીતિમાં ફેરફાર કર્યા છે. કેનેડા ઈમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોના જણાવ્યા અનુસાર, અહીં આવવા માગતા લોકો માટે કેનેડા પ્રશાસને આગામી ત્રણ વર્ષમાં 12 લાખ ઈમિગ્રન્ટ્સને વીઝા આપવાની જાહેરાત કરી છે. મળેલી માહિતી મુજબ 1911 પછી પહેલીવાર કેનેડા આટલી મોટી સંખ્યામાં વિદેશીઓને પીઆર આપવા જઈ રહ્યું છે. જે અંતર્ગત 2021માં જ ઈકોનોમિક ક્લાસના 2,32,500 ઈમિગ્રન્ટ્સને દેશમાં વેલકમ કરવાનો પ્લાન છે.
વર્ષ 2021માં કેનેડામાં હાલ જેઓ વસવાટ કરી રહ્યા છે તેમના 1,03,500 જેટલા પરિવારજનોને પણ વિઝા કે પીઆર અપાશે. આ સિવાય 59,500 રેફ્યુજી અને અન્ય પ્રોટેક્ટેડ લોકોને કેનેડા આવકારશે. માનવતાના ધોરણે 5,500 લોકોને પીઆર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. કોરોના પહેલા પણ અર્થતંત્રને આગળ ધપાવવા માટે કેનેડાની સરકાર ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી જ હતી, પરંતુ હવે તે જરૂરિયાત બની ગયા બાદ ઈમિગ્રેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે.



કેનેડા જવાના ફાયદા
લોકોમાં કેનેડા જવાનો ક્રેઝ થઈને મનમાં એક શંકા થાય, કે દુનિયાના આટલા દેશોને છોડીને આખરે કેમ લોકોમાં કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે. તો આપને જણાવી દઈએ, કે કેનેડાની વિઝા પ્રક્રિયા તથા દેશની સિટિઝનશીપ મેળવવી અન્ય દેશની સરખામણીએ સરળ હોય છે. આ સિવાય, ત્યાંનો લેબર કાયદો પણ લોકોને કેનેડા આવવા પ્રેરે છે. ઉપરાંત કેનેડાની ગુડ ગવર્નન્સ પણ ઈમિગ્રન્ટ્સને ચુંબકની જેમ ખેંચે છે.  


પાણીપુરીનું મહાભારત કનેક્શનઃ દ્રોપદીએ પાંડવો માટે જે ડીશ બનાવી તે હતું દુનિયામાં પાણીપુરીનું પહેલું વર્ઝન


મહત્વનું છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ કેનેડા જાય છે, અને કેનેડાના પીઆર લઈ ત્યાં સેટલ થઈ જનારા ગુજરાતીઓની સંખ્યા પણ નાની નથી. આ સિવાય સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જનારા ગુજરાતીઓનો આંકડો પણ મોટો છે. આગામી વર્ષોમાં કેનેડા પીઆર આપવાની લિમિટ વધારી રહ્યું છે ત્યારે ગુજરાતીઓને પણ તેનો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube