નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થઈ ગયા પછી રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જૂમ્માની નમાઝ અને આવતા અઠવાડિયે આવી રહેલી બકરા ઈદની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓએ રાજ્યપાલને જણાવ્યું કે, ઈદના તહેવારને અનુલક્ષીને કુરબાનીના જાનવર ખરીદવા માટે ઘાટીમાં વિવિધ જગ્યાએ બજાર ઊભા કરવામાં આવે. આ ઉપરાંત કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને ખાણી-પીણીનાં સ્થાનોને પણ આ પ્રસંગે ખોલવાનું સુચન કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના જે વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં અભ્યાસ કરી રહ્યા છે અને ઈદના પ્રસંગે પોતાના ઘરે આવવા માગે છે, તેમની મદદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે આવી શકે એમ નથી, તેમના માટે આ તહેવારની ઉજવણીના આયોજન માટે રૂ.1-1 લાખની રકમ જવાબદાર અધિકારીઓને આપવામાં આવશે. 


જમ્મુ-કાશ્મીરઃ કલમ-370ની જોગવાઈઓને રદ્દ કરવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી 


આ સાથે જ રાજ્યપાલે આદેશ આપ્યો કે, ડેપ્યુટી કમિશનરની કચેરીમાં વિશેષ ટેલિફોન બૂથ ઊભા કરવામાં આવે, જેથી બીજા રાજ્યમાં અભ્યાસ કરતા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે. 


જમ્મુ-કાશ્મીરઃ સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા NSA અજિત ડોભાલ, સડક પર ખાધી બિરિયાની 


ધૂંધવાયું પાકિસ્તાનઃ ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધો કાપીને પોતાના જ પગ પર મારી કુહાડી


ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ઘાટીમાં વાતાવરણ બગાડી શકે તેવા લગભગ 100 જેટલા નેતાઓને એટકમાં લેવાયા છે કે પછી તેમને નજરકેદ કરીને રાખવામાં આવ્યા છે. ઘાટીમાં કેટલાક સ્થળે પથ્થરબાજીની ઘટનાના સમાચાર છે, જેમાં બે સુરક્ષા કર્મચારી ઘાયલ થયા છે. બીજી તરફ કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ પાકિસ્તાને ભારત સાથેના દ્વીપક્ષીય સંબંધોમાં કાપ મુકવા અને વ્યાપારી સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેણે ભારતીય રાજદૂતને પણ સ્વદેશ પાછા જતા રહેવા જણાવ્યું છે. 


જૂઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...