જમ્મુ-કાશ્મીરઃ સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા NSA અજિત ડોભાલ, સડક પર ખાધી બિરિયાની

અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-370 અને કલમ-35Aની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. 

જમ્મુ-કાશ્મીરઃ સ્થાનિક લોકો વચ્ચે પહોંચ્યા NSA અજિત ડોભાલ, સડક પર ખાધી બિરિયાની

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને સંસદના બંને ગૃહમાં મળી ગયા પછી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે કાશ્મીરના શોપિયાંમાં પહોંચ્યા હતા. અહીં તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે બિરિયાની પણ ખાધી હતી. ડોભાલની તસવીર દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે. 

અજીત ડોભાલે સ્થાનિક લોકો સાથે કલમ-370 અને કલમ-35Aની જોગવાઈઓ દૂર કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકોને શું ફાયદો થશે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ સુરક્ષા દળોને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરી હતી. 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની જોગવાઈઓ દૂર કરી દીધા પછી NAS ચીફ અજીત ડોભાલ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ બુધવારે શોપિયાં પહોંચ્યા હતા. અહીં, તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાની સાથે-સાથે શહેરની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. 

— ANI (@ANI) August 7, 2019

આ અગાઉ અજીત ડોભાલે મંગળવારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી. અહીં તેમણે રાજ્યની આંતરિક અને બહારની સુરક્ષાના પરિદૃશ્ય પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં બંને વડાઓએ કોઈ પણ અપ્રિય સ્થિતિનો સામનો કરવા માટે વિવિધ વિભાગોને સતત જાગૃત રહેવા, સતર્ક રહેવા જણાવ્યું હતું. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news