સરકારી કમાણી કરવા નહી પરંતુ નિયમોના પાલન માટે વધાર્યો છે દંડ: ગડકરી
ગડકરીએ દેશના માર્ગ અકસ્માતોની સંખ્યામાં થઇ રહેલા વધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ સંખ્યા ઘટાડવા માટે ના દંડને લાગુ કરવામાં આવ્યો છે
નવી દિલ્હી : ટ્રાફિલ નિયમોના ઉલ્લંઘન મુદ્દે ફટકારવામાં આવતા દંડના નવા કાયદા મુદ્દે થઇ રહેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, વાહન વ્યવહારના નિયમોના ઉલ્લંઘન પર દંડનો વધારો કમાણી કરવા માટે નહી પરંતુ લોકો નિયમોનું પાલન કરે તે માટે કરવામાં આવય છે. આ મહિનાથી દંડની રકમ 30 ગણી વધારવા અને સજામાં પણવધારો કરવાનો નવો નિયમ લાગુ કરવાનાં કારણે હોબાળો મચેલો છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશની સાથે સાથે ગુજરાતમાં વધેલા દરે દંડ વસુલવાનો ઇન્કાર કરી દીધો છે.
આ 100 વર્ષ જૂનું 'ઈશ્કિયા ગણેશ' મંદિર છે ગજબ, પ્રેમીઓનું કરાવે છે મિલન, જાણો કહાની
ગડકરીએ દેશમાં માર્ગ અકસ્માતમાં થઇ રહેલા મૃત્યુનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઘણા એવા લોકો છે જેમના માટે કડક કાયદા વગર ટ્રાફીન નિયમોનું કોઇ જ મહત્વ નથી. તેમણે કહ્યું કે, દંડ વધારવાનો નિર્ણય ખુબ જ સમજી વિચારીને અને અલગ અલગ પક્ષો સાથે સલાહ લઇને કરવામાં આવ્યો છે.
રેલવેએ પહેલા કહ્યું મફત પહોંચાડીશું પાણી, હવે 9 કરોડનું બિલ પકડાવ્યું !
અત્યાર સુધી નિયમોની મજાક થતી રહી.
ગડકરીએ વાહન વ્યવહારનાં નિયમોના ઉલ્લંઘનના કારણે માર્ગ અકસ્માતમાં થઇ રહેલા મોતની સંખ્યા ખુબ જ વધારે છે. દંડમાં અનેકગણો વધારાનો નિર્ણય અલગ અલગ પક્ષો સાથે સલાહ સુચના બાદ સામુહિક રીતે કરવામાં આવ્યો. સરકાર આ દંડથી કમાણી કરવા નથી ઇચ્છતું. આ માત્ર ઉલ્લંઘનની ઘટનાઓ અટકાવવા માટે છે. અત્યાર સુધી વાહન વ્યવહારનાં નિયમોનું ખુબ જ ઓછુ પાલન થતું રહ્યું છે. તેમણે આલળ જણાવ્યું કે, સરકારી દંડની સીમા વધારવા માટે ઇચ્છુકં નથી. અમે ઇચ્છીએ છીએ કે એવો સમય આવે જ્યારે એક પણ વ્યક્તિને દંડ ન ભરવો પડે અને દરેક વ્યક્તિ કાયદાનું પાલન કરે.
એરસેલ-મેક્સિસ ડીલ: CBI-ED કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિને મળ્યા આગોતરા જામીન
અયોધ્યા કેસ LIVE: મૂર્તિઓને વિવાદિત સ્ટ્રક્ચરમાં રાખવામાં આવી હતી-મુસ્લિમ પક્ષના વકીલ
59 હજારનો દંડ થઇ ચુક્યુો છે.
1 સપ્ટેમ્બરે સંશોધિત મોટર વેહીકલ એક્ટ, 1988 લાગુ થયા બાદ ભારે દંડનો મેમો અપાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. ગુરૂગ્રામ પોલીસે ગુરુવારે એક ટ્રેક્ટર ટ્રોલી ડ્રાઇવરને અનેક નિયમોના ઉલ્લંઘનનાં આરોપમાં 59 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેની પહેલા 2 સપ્ટેમ્બરે ગુરૂગ્રામમાં જ એખ સ્કુટી ચાલક પર અલગ અલગ કેસમાં 23 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે તેણે તેમ કહીને દંડ ભરવાનો ઇન્કાર કર્યો કે તેની સ્કુટીની કિંમત જ 15 હજાર રૂપિયા છે.