આ 100 વર્ષ જૂનું 'ઈશ્કિયા ગણેશ' મંદિર છે ગજબ, પ્રેમીઓનું કરાવે છે મિલન, જાણો કહાની

આમ તો ગણપતિ બાપા ગણેશની અનેક સ્વરૂપે પૂજા થતી હોય છે. ગણેશજી અનેક નામથી ઓળખાય છે. પરંતુ અહીં તમને ગણેશજીના એવા રૂપ અંગે જણાવીએ છીએ જેમને ભક્તો 'ઈશ્કિયા ગણેશ' કહે છે. 

આ 100 વર્ષ જૂનું 'ઈશ્કિયા ગણેશ' મંદિર છે ગજબ, પ્રેમીઓનું કરાવે છે મિલન, જાણો કહાની

જોધપુર:  આમ તો ગણપતિ બાપા ગણેશની અનેક સ્વરૂપે પૂજા થતી હોય છે. ગણેશજી અનેક નામથી ઓળખાય છે. પરંતુ અહીં તમને ગણેશજીના એવા રૂપ અંગે જણાવીએ છીએ જેમને ભક્તો 'ઈશ્કિયા ગણેશ' કહે છે. 

જી હા... જોધપુરના અંદર સાંકડી ગલીઓમાં આવેલા આ ગણેશ મંદિર અંગે એવી માન્યતા છે કે અહીં આવીને મન્નત માંગનારાઓનો પ્રેમ ખુબ વધે છે. ઈશ્કિયા ગજાનન મંદિરમાં પ્રેમી યુગલની દરેક કામના પણ પૂરી થાય છે. આ ગણેશ પ્રેમ કરનારાઓનું મિલન કરાવે છે. 

100 વર્ષ જૂનું છે મંદિર
આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. જોધપુરની અંદર સાંકડી ગલીઓમાં આવેલા આ મંદિર અંગે એવી માન્યતા છે કે કોઈ પણ પ્રેમી કપલ અહીં દર્શન માટે સતત આવે તો તેમનું જીવન લગ્નના ગઠબંધનમાં બંધાઈ જાય છે. આ માન્યતાને ધ્યાનમાં રાખતા યુવક યુવતીઓ પહેલા તો ચોરી છૂપે આ મંદિરમાં આવીને સમય પસાર કરતા હતાં. ત્યારથી આ મંદિર પ્રેમી જોડા માટે મિલનનું સ્થળ બની ગયું અને પ્રેમીઓ પોતાના સાથીને મળવા માટે શહેરના આ  પ્રસિદ્ધ મંદિરમાં જવા લાગ્યાં. જેના કરાણે આ મંદિરનું નામ ગણપતિથી 'ઈશ્કિયા ગણેશ'ના નામથી પ્રસિદ્ધ થયું. 

જુઓ LIVE TV

બુધવારે દર્શન માટે લાંબી લાઈન હોય છે
પ્રત્યેક બુધવારે અહીં દર્શન માટે લાંબી લાઈન લાગે છે. પ્રેમીઓ અહીં આવીને ભગવાનના દર્શન કરે છે. આ મંદિર પ્રેમી જોડા માટે પ્રસિદ્ધ છે. અહીં માગંવામાં આવેલી પ્રેમી જોડાની દરેક મુરાદ પૂરી થાય છે. 

ભગવાન કરે છે પ્રાર્થના પૂરી
સ્થાનિક લોકોના કહેવા મુજબ આ મંદિર ભક્તોની મન્નત પૂરી કરે છે. આ ઉપરાંત જે અપરણિત લોકોના લગ્ન ન થતા હોય તેમના પરિવારજનો અહીં આવીને ભગવાનને પ્રાર્થના કરે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news