નવી દિલ્હીઃ કૃષિ મંત્રાલય દ્વારા સોમવારે મુખ્ય ખરીફ પાકનો પ્રથમ અંદાજ જાહેર કરાયો છે. વિવિધ રાજ્યમાં થયેલી વાવણીના મળેલા આંકડાના આધારે મંત્રાલયે ખરીફ સિઝનના અંદાજિત ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2019-20ની ખરીફ સિઝનમાં અનાજનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ થોડું ઓછું 140.57 મિલિયન ટન થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, 2018-19 (જુલાઈ-જુન) ખરીફ સિઝનમાં 141.71 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019-20માં ખરીફ પાકના ઉત્પાદનનો અંદાજઃ 


  • અનાજઃ 140.57 મિલનય ટન.

  • ચોખાઃ 100.35 મિલિયન ટન

  • બરછટ અનાજઃ 32.00 મિલિયન ટન

  • મકાઈઃ 19.89 મિલિયન ટન

  • કઠોળઃ 8.23 મિલિયન ટન

  • તુવરઃ 3.54 મિલિયન ટન


ગૃહમંત્રીનો દેશવાસીઓ માટે મલ્ટીપર્પઝ કાર્ડ તરફ ઈશારો, 2021ની વસતીગણતરી ડિજિટલી થશે


  • તેલિબિયાં: 22.39 મિલિયન ટન

  • સોયાબીનઃ 13.50 મિલિયન ટન

  • સિંગદાણાઃ 6.31 મિલિયન ટન

  • કપાસઃ 32.27 મિલિયન ટન

  • શણ અને મેસ્તાઃ 9.96 મિલિયન ટન

  • શેરડીઃ 377.77 મિલિયન ટન


UN જળવાયુ પરિવર્તન સંમેલન: માત્ર વાતો નહીં, કામ કરવું પડશે-પીએમ મોદી


કૃષિ મંત્રાલયે ખરીફ પાકના અંદાજો જાહેર કરતા જણાવ્યું કે, આ આંકડા વિવિધ રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા આંકડાના આધારે તૈયાર કરવામાં આવે છે. આ આંકડા માત્ર અંદાજ હોય છે, જ્યારે કે વાસ્તવિક ઉત્પાદન અંદાજિત ઉત્પાદ કરતાં હંમેશાં વધુ રહેતું હોય છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....