ગૃહમંત્રીનો દેશવાસીઓ માટે મલ્ટીપર્પઝ કાર્ડ તરફ ઈશારો, 2021ની વસતીગણતરી ડિજિટલી થશે

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી 2021ની વસતી ગણતરી ડિજિટલી કરાશે એટલે કે વસતી ગણતરી માટે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2021ની વસતી ગણતરી માટે સરકાર રૂ.12,000 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે અને તેની 'રાષ્ટ્રીય વસતી રજિસ્ટર(National Population Register- NPR) તૈયાર કરવામાં આવશે.' 

Updated By: Sep 23, 2019, 04:07 PM IST
ગૃહમંત્રીનો દેશવાસીઓ માટે મલ્ટીપર્પઝ કાર્ડ તરફ ઈશારો, 2021ની વસતીગણતરી ડિજિટલી થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) સોમવારે સરકારના નવા વિચાર અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સરકાર એક મલ્ટીપર્પઝ કાર્ડ(Multipurpose Card) અંગે વિચારી રહી છે, જેનો ઉપયોગ વ્યક્તિના ઓળખ પત્ર (Identity Card), વોટર કાર્ડ (Voter Card), પાસપોર્ટ (Passport) અને PAN કાર્ડ દરેકમાં ઉપયોગ કરી શકાશે. ગૃહમંત્રીએ કહ્યું કે, "અમારી પાસે હાલ મલ્ટીપર્પઝ ઓળખપત્ર અંગેની કોઈ યોજના નથી, પરંતુ તેની સંભાવના અંગે વિચારી રહ્યા છીએ."

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી 2021ની વસતી ગણતરી(Census) ડિજિટલી કરાશે એટલે કે વસતી ગણતરી માટે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 2021ની વસતી ગણતરી માટે સરકાર રૂ.12,000 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે અને તેની 'રાષ્ટ્રીય વસતી રજિસ્ટર(National Population Register- NPR) તૈયાર કરવામાં આવશે.' અમિત શાહે કહ્યું કે, "2021ની વસતી ગણતરીમાં મોબાઈલ એપનો(Mobile App) ઉપયોગ કરાશે. એટલે કે, કાગળ પર વસતી ગણતરી કરવાના બદલે ડિજિટલી નોંધ કરવામાં આવશે."

અકબરના નવ રત્નમાં સામેલ આ રાજાના વંશજની અત્યારે દયનીય સ્થિતિ, મહેલ પર ભાડૂઆતોનો કબ્જો

જોકે, ગૃહમંત્રીએ NPR કે યુનિક ઓળખ પત્ર અંગે વધુ વિગતો જણાવી ન હતી, પરંતુ તેમણે આ બંને યોજનાઓના કેટલાક ફાયદા જરૂર ગણાવ્યા હતા. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અંગે તેમણે જણાવ્યું કે, તેનાથી સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે, અપરાધને નિયંત્રણ રાખવામાં અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં ફાયદો થશે. 

હાઉડી મોદીમાં PM મોદીના 'અબ કી બાર...નિવેદન પર કોંગ્રેસ ભડકી, કહ્યું-આ તો વિદેશ નીતિનો ભંગ

અમિત શાહે વસતી ગણતરીના આંકડાનું મહત્વ અને સફળતા અંગે જણાવ્યું કે, 2011ની વસતીગણતરીના આંકડાનો ઉપયોગ કેન્દ્ર સરકારની 21 કલ્યાણકારી યોજનાઓને અમલમાં મુકવામાં થઈ રહ્યો છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....