નવી દિલ્હીઃ નવી કેન્દ્ર સરકાર તરફથી એચએમટી, હિન્દુસ્તાન કેબલ્સ અને ઈન્ડિયન ડ્રગ્સ જેવી જાહેર ક્ષેત્રની 15 કરતા વધુ કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. આ તમામ કંપનીઓ અત્યારે નુકસાનમાં ચાલી રહી છે. સરકાર તરફથી આ માહિતી કોંગ્રેસના લોકસભા સાંસદ અને વકીલ એવા અદૂર પ્રકાશ તરફથી લોકસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં કોંગ્રેસના સાંસદ એડવોકેટ અદૂર પ્રકાશે ભારે ઉદ્યોગ અને જાહેર સાહસ મંત્રાલય પાસે જાહેર ક્ષેત્રની કંપનીઓની વિગતો માગી હતી. અદૂર પ્રકાશે નીચે પ્રમાણેની માહિતી માગી હતી. 
1. શું સરકાર નુકસાન કરી રહેલી જાહેર ક્ષેત્રની કંપનીઓ(PSU)ને બંધ કરવાનો કે તેમનું ખાનગીકરણ કરવાનો વિચાર કરી રહી છે?
2. નીતિ આયોગે ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU)ની એક નવી યાદી તૈયાર કરાઈ છે? 
3. ખાનગીકરણ માટે પ્રસ્તાવિત તમામ PSUના નફા કે નુકસાનની વિગતો આપવી. 


સરકારે શું જવાબ આપ્યો? 
કોંગ્રેસના સાંસદ અદૂર પ્રકાશે લોકસભામાં પુછેલા આ સવાલોનો જવાબ આપતા મંત્રાલયના મંત્રી અરવિંદ ગણપત સાવંતે જુદા-જુદા વિભાગોની નુકસાનમાં ચાલી રહેલી કંપનીઓ અંગે માહિતી આપી હતી. આ સાથે જ તેમણે જાહેર ક્ષેત્રની એ 19 કંપનીઓની યાદી પણ રજૂ કરી જેના બંધ કરવાની સરકાર કવાયત કરી રહી છે. 


કયા વિભાગની કઈ કંપનીઓ સરકાર બંધ કરવા જઈ રહી છે? જૂઓ યાદી...
ભારે ઉદ્યોગ વિભાગ
1. તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લિમિટેડ
2. એચએમટી વોચિઝ લિમિટેડ
3. એચએમટી ચિનાર વોચિઝ લિમિટેડ
4. એચએમટી બિયરિંગ્સ લિમિટેડ
5. હિન્દુસ્તાન કેબલ્સ લિમિટેડ
6. એચએમટી લિમિટેડનું ટ્રેક્ટર યુનિટ
7. ઈન્સ્ટ્રુમેન્ટેશન લિમિટેડનું કોટા યુનિટ 


'નયા ભારત', 'આધુનિક ભારત'ના નિર્માણ માટે વડાપ્રધાન મોદીનું આહ્વાન 


જહાજરાની મંત્રાલય
8. કેન્દ્રીય આંતરદેશીય જળ-પરિવહન નિગમ લિમિટેડ


ફાર્માસ્યુટિકલ્સ વિભાગ
9. ઈન્ડિયન ડ્રગ્સ
10. રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ


સંસદ પરિસરમાં મીડિયા કર્મચારીઓએ ધક્કે ચડાવતાં નુસરત અને મિમી ચક્રવર્તીને આવ્યો ગુસ્સો અને....


પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય
11. આઈઓસીએલ-ક્રેડા બાયોફ્યુલ્સ લિમિટેડ
12. ક્રેડા એચપીસીએલ બાયોફ્યુલ્સ લિમિટેડ


પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
13. વન અને વૃક્ષારોપણ વિકાસ નિગમ લિમિટેડ, પોર્ટ બ્લેર, આંદમાન અને નિકોબાર ટાપુઓ


VIDEO : ફરી ચર્ચામાં આવી પીળી સાડીવાળી મહિલા, હવે ડાન્સનો વીડિયો થયો વાયરલ 


રેલવે મંત્રાલય
14. ભારત વેગન એન્ડ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ
15. બર્ન સ્ટાન્ડર્ડ કંપની લિમિટેડ


રસાયણ અને પેટ્રો રસાયણ વિભાગ 
16. CNA/N2 O4 પ્લાન્ટ સિવાય હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિમિટેડના કેમિકલ યુનિટના તમામ મશીનોનું સંચાલન બંધ કરાશે. 


કાપડ મંત્રાલય
17. નેશનલ જૂટ મેન્યુફેક્ચર્સ કોર્પો. લિમિટેડ
18. બડર્સ જૂટ એન્ડ એક્સપોર્ટ લિમિટેડ


વાણિજ્ય વિભાગ
19. STCL લિમિટેડ 


જોકે, સરકારે આ સાથે જ કેટલીક કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં 25 કરતાં વધુ કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં સેલ, એચપીએલ અને હિન્દુસ્તાન કોર્પોરેશન લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....