નવી દિલ્હીઃ દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. વિશ્વના દરેક લોકો કોરોના વાયરસની વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે. આઇસીએમઆર સાથે જોડાયેલા એક સીનિયર ભારતીય વૈજ્ઞાનિકે સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે, વર્ષ 2021ના ફેબ્રુઆરી સુધી ભારતમાં કોરોના વેક્સિન લોન્ચ થઈ શકે છે. ભારત બાયોટેક એક ખાનગી કંપની છે જે સરકાર દ્વારા સંચાલિત આઇસીએમઆરની સાથે COVAXINને વિકસિત કરી રહી છે. જે આગામી વર્ષ બીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની આશા કરી હતી. કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા આઇસીએમઆરના સીનિયર વૈજ્ઞાનિક રજની કાંતે જણાવ્યુ કે, વેક્સિને સારો પ્રભાવ દેખાડ્યો છે. આશા છે કે આગામી વર્ષની શરૂઆત કે ફેબ્રુઆરી વધુમાં વધુ માર્ચ સુધી આ વેક્સિનને લોન્ચ કરી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ફેબ્રુઆરીમાં લોન્ચ થનારી COVAXIN ના દાવાને લઈને ભારત બાયોટેલ કંપની સાથે સંપર્ક થઈ શક્યો નથી. 


બિહારઃ પ્રચારના છેલ્લા દિવસે નીતીશ કુમારે કરી જાહેરાત, આ મારી છેલ્લી ચૂંટણી છે  


તો આઇસીએમઆર સાથે જોડાયેલ રજની કાંતે આગળ તે પણ કહ્યુ કે, તે નક્કી કરવું સ્વાસ્થ્ય મંત્રાલય પર નિર્ભર રહેશે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ સમાપ્ત થતા પહેલા પણ લોકોને COVAXINની રસી આપી શકાય છે કે નહીં. કાંતે કહ્યુ કે, COVAXINના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો જાનવરોમાં કરવામાં આવ્યા જે સંપૂર્ણ રીતે પ્રભાવિત અને સુરક્ષિત રહ્યા, પરંતુ જ્યાં સુધી ત્રીજા તબક્કાની ટ્રાયલ સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી અમે 100 ટકા કોરોનાની વેક્સિન આપવાનું નક્કી ન કરી શકીએ. 


ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ગુરૂવારે 50201 મામલાથી વધીને 8.36 મિલિયન થઈ જયા, જે સંયુક્ત રાજ્ય અમેરિકા બાદ બીજા સ્થાન પર છે. વધુ 704 લોકોના મૃત્યુ થવાથી દેશમાં અત્યાર સુધી 124,315 લોકોના મૃત્યુ થયા છે. સપ્ટેમ્બરના મધ્યમાં કોરોના સંક્રમણના નવા કેસ અને મોતમાં દૈનિક વધારો પિક પર હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube