`શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર` ટ્રસ્ટ માટે કેન્દ્ર સરકારે જારી કર્યું ગેઝેટ નોટિફિકેશન
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, જેમાં એક દલિત અને એક મહિલા સભ્યને જગ્યા આપવામાં આવશે.
નવી દિલ્હીઃ રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચનાનો પ્રસ્તાવ લોકસભામાં પસાર થયા બાદ હવે ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સંબંધિત નોટિફિકેશન જારી કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંસદમાં શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. પીએમે કહ્યું કે, આ ટ્રસ્ટ મંદિર નિર્માણ સાથે જોડાયેલા દરેક નિર્ણયો લેવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્ય હશે, જેમાં એક દલિત અને એક મહિલા સભ્યને જગ્યા આપવામાં આવશે. ટ્રસ્ટમાં સામેલ થવા માટે જે નામ મુખ્ય રીતે લેવામાં આવી રહ્યું છે, તેમાં રામજન્મભૂમિ ન્યાસથી લઈને વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા લોકોની ચર્ચાઓ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube