સરકારે ફરી પ્રતિબંધ મુક્યો 47 ચીની એપ્સ પર, હવે PUBG અને AliExpressનો વારો?
ભારતમાં ફરી એકવાર 47 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપ્સ થોડા સમય પહેલા પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે જેમાં ઘણી લોકપ્રિય એપ્સ સામેલ છે.
નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર 47 ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપ્સ થોડા સમય પહેલા પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સના ક્લોન તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે જેમાં ઘણી લોકપ્રિય એપ્સ સામેલ છે.
જેમાં ટિક ટોક, વી ચેટથી લઇને અલી બાબાની એપ્સ યૂસી ન્યૂઝ અને યૂસી બ્રાઉઝર સામેલ છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર 250 એવી ચીની એપ્સ છે જેને નેશનલ સિક્યોરિટીના ઉલ્લંઘનને લઇને તપાસ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો:- વધુ એક સસ્તો આઈફોન લાવી રહ્યું છે Apple, જાણો સંપૂર્ણ વિગતો
સૂત્રોના જણાવ્યા અનુસાર ચીની એપ્સનું નવું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેમાં કેટલીક ટોપ્સ ગેમ્સ એપ્સ પણ સામેલ છે. શક્ય છે કે, આગામી લિસ્ટ આવ્યા બાદ ભારતમાં ઘણી લોકપ્રિય ચીની ગેમ્સ પણ બેન કરવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર આ વખતે 200થી વધુ એપ્સનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે જેમાં પબજી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સ છે. ભારતમાં આ એપ્સના કોરોડો યૂઝર્સ છે.
આ પણ વાંચો:- હવે રશિયાએ ચીનને આપ્યો ઝટકો, આ મિસાઇલોની આપૂર્તિ પર લગાવ્યો પ્રતિબંધ
રિપોર્ટ અનુસાર આ એપ્સ ચીનની સાથે કથિત રીતે ડેટા શેર કરી રહ્યાં છે અને આ કારણથી સરકારી એજન્સિઓ તેનો રિવ્યૂ કરી રહી છે. હાલમાં સરકાર તરફથી નવી એપ્સ પર પ્રતિબંધને લઇને કોઇ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
હવે સવાલ ઉભો થઇ રહ્યો છે કે, શું પબજીને આ વખતે બેન કરવામાં આવશે? કેમ કે, પબજીના ઘણા કનેક્શન ચીન સાથે જોડાયેલા છે, જો કે, આ એપ્સ સંપૂર્ણ પણે ચીની એપ્સ કહી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube