Government of India: કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું કે ભારતીય માનક બ્યૂરો (BIS) એ ત્રણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો ડિજિટલ ટેલિવિઝન રિસિવર, યુએસબી ટાીપ-સી ચાર્જર અને વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ (વીએસએસ) માટે ગુણવત્તા માપદંડો રજુ કર્યા છે. ગ્રાહક મામલાઓના મંત્રાલયે કહ્યું કે પહેલું ભારતીય માપદંડ આઈ એસ 18112:2022 છે જે બિલ્ટ ઈન સેટેલાઈટ ટ્યૂનર સાથે ડિજિટલ ટેલિવિઝિન રિસીવર માટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય માપદંડ મુજબ બનેલા ટીવી એક ડિશ એન્ટેનાને એલએનબી સાથે જોડીને ફ્રી ટૂ એર ટીવી અને રેડિયો  ચેનલોને એક ઉપયુક્ત સ્થાન પર એક ઈમારતની છત ઉપર કે સાઈડની દીવાલ પર સ્થાપિત કરવામાં સક્ષમ બનાવે છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી સરકારી પહેલો, યોજનાઓ, દુરદર્શનની શૈક્ષણિક સામગ્રી અને ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમોના સ્ટોર અંગે જ્ઞાનના પ્રસારને દેશમાં મોટા પાયે વસ્તીના એક મોટા ભાગ સુધી પહોંચવામાં અને લાભ પહોંચાડવામાં પણ મદદ મળશે. 


હાલ દેશમાં ટીવી દર્શકોને વિભિન્ન પેઈડ અને ફ્રી ચેનલો જોવા માટે સેટ ટોપ બોક્સ  ખરીદવાની જરૂર રહે છે. દર્શકોને દુરદર્શન દ્વારા પ્રસારિત ફ્રી ટુ એર ચેનલોના સ્વાગત માટે પણ સેટ ટોપ બોક્સનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે દુરદર્શન એનાલોગ પ્રસારણને તબક્કાવાર રીતે સમાપ્ત કરવાની પ્રક્રિયામાં છે. દુરદર્શન દ્વારા ડિજિટલ ઉપગ્રહ પ્રસારણનો ઉપયોગ કરતા ફ્રી ટુ એર ચેનલોનું પ્રસારણ ચાલુ રહેશે. 


જિયો યૂઝર્સ માટે ખુશખબર, 'છોટા પેક બડા ધમાકા' જેવી જબરદસ્ત ઓફર, ડેટાનું ટેન્શન ખતમ!


કારના ડેશબોર્ડ પર આવી લાઈટો બતાવે તો સાવધાન! ગમે ત્યારે સર્જાઈ શકે છે દુર્ઘટના


એક એવા વૈજ્ઞાનિક, જેમણે 120 વર્ષ પહેલાં સ્માર્ટફોનની કલ્પના કરી હતી


મંત્રાલયે કહ્યું કે સેટ ટોપ બોક્સના ઉપયોગ વિના આ ફ્રી ટુ એર ચેનલોના સ્વાગતને સક્ષમ કરવા માટે ઈન  બિલ્ટ ઉપયુક્ત સેટેલાઈટ ટ્યૂનર સાથે ટેલિવિઝન રિસીવર્સની જરૂરિયાત છે. બીજો પ્રકાશિત ભારતીય માપદંડ (IS/IEC 62680-1-3:2022) USB ટાઈપ સી રિસેપ્ટેકલ્સ, પ્લગ અને કેબલ માટે છે જે હાલના વૈશ્વિક માપદંડ IEC 62680-1- 3:2022 ને અપનાવે છે. 


આ માપદંડ વિભિન્ન ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, નોટબુક વગેરેમાં ઉપયોગ માટે યુએસબી ટાઈપ સી પોર્ટ, પ્લગ અને કેબલની જરૂરિયાતોને પ્રદાન કરે છે. જે દેશમાં વેચાતા સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે સામાન્ય ચાર્જિંગ સમાધાન પ્રદાન કરે છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube