નવી દિલ્હીઃ કાળા નાણાને(Bkack Money) નાથવા માટે કેન્દ્ર સરકારે(Central Government) એક મોટું પગલું લઈ શકે છે. કાળા નાણાથી સોનું ખરીદનારા પર લગામ કસવા માટે સરકાર એક વિશેષ યોજના લાવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અુસાર આવક વેરાની એમનેસ્ટી સ્કીમની જેમ હવે સોના માટે પણ એમનેસ્ટી સ્કીમ સરકાર લાવી શકે છે. જેના અનુસાર ચોક્કસ કરેલી મર્યાદથી વધુનું સોનું પાકા બિલ વગર ખરીદવામાં આવે ત્યારે તેની માહિતી અને સોનાની કિંમત સરકારને જણાવાની રહેશે. એવું કહેવાય છે કે, આ યોજનાને ટૂંક સમયમાં જ કેબિનેટની મંજુરી મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો અનુસાર નોટબંદી પછી મોદી સરકારનું આ બીજું મોટું પગલું હોઈ શકે છે. એમનેસ્ટી સ્કીમની જેમ સોના માટે પણ આ વિશેષ સ્કીમ આવી શકે છે. સરકાર સોનામાં કાળું નાણું રોકનારા પર ગાળિયો વધુ મજબૂત કરવા માગે છે. એમનેસ્ટી સ્કીમ અંતર્ગત સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટર પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેશે. પાકા બિલ વગરના જેટલા સોના અંગે ખુલાસો કરશો તેના પર એક ચોક્કસ પ્રમાણમાં ટેક્સ ભરવાનો રહેશે. આ યોજના પુરી થઈ ગયા પછી નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સોનું મળી આવશે તો તેના પર મોટો દંડ ચૂકવવાનો રહેશે. 


નિર્દયી માતાઃ રાજસ્થાનમાં બાળકીને ટ્રેન નીચે ધક્કો મારી થઈ ફરાર, ઘટના CCTVમાં કેદ


મંદિર અને ટ્રસ્ટ પાસે રહેલા સોનાને પણ પ્રોડક્ટિવ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાની પણ એક વિશેષ જાહેરાત થઈ શકે છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ અને મહેસુલ વિભાગે સાથે મળીને આ યોજના તૈયાર કરી છે. નાણા મંત્રાલયે તેનો પ્રસ્તાવ કેબિનેટને મોકલ્યો છે. હેવ ટૂંક સમયમાં જ તેને કેબિનેટની મંજુરી મળી શકે છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...