નિર્દયી માતાઃ રાજસ્થાનમાં બાળકીને ટ્રેન નીચે ધક્કો મારી થઈ ફરાર, ઘટના CCTVમાં કેદ

અજમેર રેલવે સ્ટેશને ઘટેલી એક ઘટનાથી પ્લેટફોર્મ પર હાજર લોકો પણ ચકિત રહી ગયા હતા. એક માતા પોતાની જ દિકરીને ટ્રેનના નીચે ફેંકીને ભાગી જાય ત્યારે કોઈને પણ આંચકો લાગે એ હકીકત છે. 

નિર્દયી માતાઃ રાજસ્થાનમાં બાળકીને ટ્રેન નીચે ધક્કો મારી થઈ ફરાર, ઘટના CCTVમાં કેદ

અજમેરઃ રાજસ્થાનના અજમેરમાં(Ajmer) એક નિર્દયી માતા પોતાની ત્રણ વર્ષની માસુમ બાળકીને રેલવે સ્ટેશન(Railway Station) પર ઊભેલી ટ્રેનની(Train) નીચે ધક્કો મારીને ફરાર થઈ ગઈ હતી. આ ઘટના પછી પોલીસ બાળકીની માતાને શોધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના 18 દિવસ પહેલા ઘટી હતી. આ હૃદયદ્રાવક ઘટના રેલવે સ્ટેશનના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે. 

જોકે, આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકોની જાગૃતિના કારણે બાળકીને ટ્રેનના કોચ નીચેથી સુરક્ષિત બહાર કાઢી લેવાઈ હતી, પરંતુ તેની નિર્દયી માતા ફરાર થવામાં સફળ રહી હતી. સીસીટીવીના ફૂટેજના આધારે જીઆરપી પોલીસ આરોપી મહિલાને શોધી રહી છે. આ બાળકીને હાલ ચાઈલ્ડ લાઈન સંસ્થામાં મુકવામાં આવી છે, જ્યાં બાળકી તેની માતાની રાહ જોઈ રહી છે. 

— Zee Rajasthan News (@zeerajasthan_) October 30, 2019

પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
પ્રત્યક્ષદર્શીઓના અનુસાર 9 ઓક્ટોબરના રોજ આ ઘટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2-3 પર થઈ હતી. ટ્રેન પ્લેટફોર્મ પર રોકાયેલી હતી અને બાળખી મહિલના ખોળામાં જોર-જોરથી રડી રહી હતી. મહિલાએ આજુ-બાજુમાં જોયું, પછી થેલાને હાથમાંથી જમીન પર ફેંકી દીધો. ત્યાર પછી મહિલાએ બાળકીને ટ્રેનના કોચ નીચે ધક્કો માર્યો અને દોડતી ભાગી ગઈ હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news