`જગતના તાત`ની આવક વધારવા સરકારની આ છે યોજના, ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ
કૃષિ મંત્રાલયે ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે કેટલાક નવા પગલા લેવાની તૈયારી કરી છે. જેમાં ટોમેટો, ઓનિયન એન્ડ પોટેટો(TOP) એટલે કે ટામેટા, ડુંગળી અને બટાકા માટે 24 ક્લસ્ટરોની સ્થાપના અને આ ત્રણ ઉચ્ચ પ્રાથમિકતાવાળા કૃષિ ઉત્પાદનો માટે એક્સક્લુઝિવ ટ્રેડ મેપ શરૂ કરવાનું કામ સામેલ છે.
નવી દિલ્હી: કૃષિ મંત્રાલયે ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે કેટલાક નવા પગલા લેવાની તૈયારી કરી છે. જેમાં ટોમેટો, ઓનિયન એન્ડ પોટેટો(TOP) એટલે કે ટામેટા, ડુંગળી અને બટાકા માટે 24 ક્લસ્ટરોની સ્થાપના અને આ ત્રણ ઉચ્ચ પ્રાથમિકતાવાળા કૃષિ ઉત્પાદનો માટે એક્સક્લુઝિવ ટ્રેડ મેપ શરૂ કરવાનું કામ સામેલ છે.
તેની પાછળની યોજના એ છે કે ખેડૂતોને આ જલદી ખરાબ થતા 3 શાકભાજીઓનું યોગ્ય મૂલ્ય મળી શકે. આ માટે ખેડૂતોને ઘરેલુની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારો સાથે પણ જોડવામાં આવશે.
બળવાખોરીનું પરિણામ!, શત્રુઘ્ન સિન્હાને હવે નહીં મળે આ મહત્વની VVIP ટ્રિટમેન્ટ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ એક અધિકારીએ ટીઓઆઈને જણાવ્યું કે મંત્રાલય TOPના ટ્રેડ મેપને તૈયાર કરી રહ્યું છે. જેમાં તમામ વિવરણ (વેરાઈટીઝ, પ્રાઈઝ ટ્રેન્ડ, વિક્રેતા, ખરીદનાર અને પ્રોસેસર્સ) હશે. જેનાથી મૂલ્ય અને માંગની ભવિષ્યવાણીમાં મદદ મળી શકશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખરીદનાર અને ઉત્પાદકો સંલગ્ન આંકડા માટે અમે સ્કોટલેન્ડ, રશિયા અને અન્ય દેશોના વિશેષજ્ઞોના સંપર્કમાં છીએ.
ગુજરાત સહિત અને રાજ્યોના લાખો ખેડૂતોને ફાયદો
અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારના પ્રાથમિક પગલાઓથી મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળના એક્સક્લુઝિવ TOP ક્લસ્ટરના લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે.
માયાવતીની એક ધમકી, રાજસ્થાન અને MPમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળ છવાયા!
કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહને જણાવ્યું કે ટીઓપી સ્કીમ હેઠળ એગ્રીકલ્ચર પ્રોસેસિંગ માટે ટામેટા, ડુંગળી અને બટાકાના ક્લસ્ટરોને સ્થાપિત કરવામાં આવશે. મૂલ્ય અને માંગની ભવિષ્યવાણી પર ફોકસ કરવાથી ખેડૂતો નક્કી કરી શકશે કે વધુમાં વધુ ફાયદા માટે કયા પાકનું વાવેતર યોગ્ય રહેશે.
સિંહે ટીઓઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે સરકાર છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની સમસ્યાઓના દીર્ઘકાલિન સમાધાન માટે આ પ્રયત્નોની સાથે સાથે બીજા જરૂરી પગલા ઉઠાવી રહી છે. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકારની નીતિઓની સફળતા 2017-18માં ખાદ્યાન્નો અને કૃષિ ઉત્પાદનોના રેકોર્ડ ઉત્પાદનથી પણ સ્પષ્ટ થઈ રહી છે.