નવી દિલ્હીઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા માટે અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે. તેનાથી થતું નુકસાન દેખાતું નથી, પરંતુ તેની લાંબાગાળાની અસરો અત્યંત ગંભીર છે. આથી સરકારે ટૂંક સમયમાં જ હવે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાની મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી બે સપ્તાહમાં સરકાર પ્લાસ્ટિકની પાણીની બોટલ અંગે એક મહત્વની બેઠક કરવાની છે, જેમાં સંબંધિત વિભાગોના સચિવ ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સરકાર આગામી 2 ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસથી દેશભરમાં તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહી છે. આટલું જ નહીં, સરકારે તમામ મંત્રાલયોને પણ સિંગય યુઝ પ્લાસ્ટિક બોટલનો ઉપયો ઘટાડવા માટે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. 


સડક-પરિવહન મંત્રાલયને પણ આદેશ અપાયો છે કે, તેઓ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની મદદતી હાઈવે પરથી પ્લાસ્ટિક એક્ઠું કરે અને તેનો ઉપયોગ સડક બાંધકામ માટે કરે. 


દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેના ચોંકાવનારા આંકડા


પ્રવાસન મંત્રાલયને જણાવાયું છે કે, તમામ મહત્વના પ્રવાસન સ્થળો જેવા કે તાજમહેલ, લાલ કિલ્લો જેવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અંદર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવે. આ ઉપરાંત તમામ સરકારી કાર્યક્રમો, મીટિંગો અને મંત્રાલયોમાં પણ પ્લાસ્ટિકની બોટલના ઉપયોગને બંધ કરવા જણાવાયું છે. 


પર્યાવરણ મંત્રાલયને પર્વતિય વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઢગલાનો નાશ કરવા જણાવાયું છે. પર્વતો પર સિંગલ યુઝ પ્લાસ્ટિકની સમસ્યાનો ઉકેલ શોધવા પણ પર્યાવરણ મંત્રાલયને જણાવાયું છે.


રેલવે મંત્રાલયને તમામ રેલવે સ્ટેશન પર સિંગય યુઝ પ્લાસ્ટિકના પ્રવેશ અને ઉપયોગને અટકાવવા જણાવાયું છે. તેના માટે રેલવેને જાગૃતિ અભિયાન ચલાવવા આદેશ અપાયો છે. ખાદી ગ્રામોદ્યોગ અને કાપડ મંત્રાલયને પણ જૂટ કે કપડાની થેલીઓ, પેપર બેગના ઉત્પાદનને વેગ મળે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવાયું છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....