દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેના ચોંકાવનારા આંકડા

દિલ્હી-એનસીઆરમાં લગભગ 45 ટકા મહિલાઓ દારૂ પીવે છે, નવા સર્વે રિપોર્ટમાં થયો છે ચોંકાવનારો ખુલાસો

દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેના ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી : દિલ્હી - એનસીઆરમાં લગભગ 45% મહિલાઓ દારૂનુ સેવન કરે છે. નવા સર્વે રિપોર્ટમાં ખુલાસો થયો છે. કમ્યુનિટી અગેઇન્સ્ટ ડ્રંકન ડ્રાઇવિંગ (CADD)  દ્વારા આ સર્વે મે 2019થી 30 જુલાઇ 2019ની વચ્ચે કરાવવામાં આવ્યું હતું. આ સર્વેનો ઉદ્દેશ્ય મહિલાઓની વચ્ચે વધતા આલ્કોહલનાં વેચાણના પ્રભાવને સમજવાનો હતો.
મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા 2010 થી 2017ની વચ્ચે કરાયેલા અભ્યાસ અનુસાર, ભારતમાં દારૂનું વેચાણ 38 % વધ્યું છે. CADD સંસ્થાપક, પ્રિંસ સિંઘલના અનુસાર ભારતમાં દારૂનું બજાર 2.7 લાખ કરોડનું છે જે વિશ્વના સૌથી ઝડપથી વધી રહેલા બજારોમાંથી એક છે. ગત્ત એક દશકમાં મહિલાઓ દ્વારા દારૂનું સેવન ભારતમાં વધ્યું છે. આ વધારો મહત્વકાંક્ષાઓ, સામાજિક દબાણ અને જીવનશૈલીમાં આવેલા પરિવર્તનો કારણે થઇ છે. એમ્સના એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં આશરે 15 લાખ મહિલાઓ દારૂનુ સેવન કરે છે.
આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું

દિગ્વિજય પર સરકારને અસ્થિર કરવાનો આરોપ, સોનિયા ગાંધીને મંત્રીએ લખ્યો પત્ર
આ અભ્યાસનો ઉદ્દેશ્ય હાલમાં દારૂના વેચાણ, ખર્ચની પેટર્ન, દારૂની આદત અને અન્ય કારકો વિશે માહિતી મેળવવાનું હતું. સર્વે 3 મહિનામાં કરવામાં આવ્યું. આ દરમિયાન 18થી 70 વર્ષનાં આશરે 5000 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યા હતા. જેમાં દારૂ અને શોખ અંગેના વિવિધ સવાલો પુછવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર: અજીત પવારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, તપાસ અટકાવતી માંગ ફગાવી
સર્વેમાં કેટલાક ચોકાવનારા તથ્યો સામે આવ્યા
1. 18-30 વર્ષની 43.7 % મહિલાઓ દારૂ પીવાની આદત ધરાવે છે અથવા તો પીવાની ઇચ્છા ધરાવે છે. 
2. 31-45 વર્ષની 41.7 % મહિલાઓ ક્યારેક ક્યારે દારૂનું સેવન કરે છે. 
3. 60 વર્ષથી વદારેની ઉંમરની 53.8 % મહિલાઓએ અને 46-60  વર્ષની 39.1 % મહિલાઓએ ભાવનાત્મક કારણોથી દારૂનું સેવન કર્યું. 
4. 18-30 વર્ષની 45.6 % મહિલાઓ એકવારમાં 4 અથવા તેનાથી વધારે ડ્રિંક કરવા અંગે સંમત જોવા મળ્યા હતા. 
5. 31-45 વર્ષની 44.9 % મહિલાઓ 3-4 ડ્રિંક કરવા માટે સંમત જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news