Vaccination બાદ બૂસ્ટર ડોઝ લેવા માટે મનમાં સવાલ? તો અહીં મળશે તમામ જવાબ
દેશમાં હાલ કોવિડ વેક્સીનેશન (Covid vaccination) ચાલી રહ્યું છે અને આ દરમિયાન વેક્સીનેશન બાદ બૂસ્ટર ડોઝ (Booster Dose) આપવામાં આવશે કે કેમ તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે
નવી દિલ્હી: દેશમાં હાલ કોવિડ વેક્સીનેશન (Covid vaccination) ચાલી રહ્યું છે અને આ દરમિયાન વેક્સીનેશન બાદ બૂસ્ટર ડોઝ (Booster Dose) આપવામાં આવશે કે કેમ તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ અંગે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, COVID-19 નો બૂસ્ટર ડોઝ કેટલો મહત્વનો છે તે મુદ્દે અભ્યાસ ચાલી રહ્યો છે.
100 ટકા સુરક્ષિત નથી વકેસીન
વેક્સીનની સુરક્ષા અને બૂસ્ટર ડોઝને લઇને સવાલ પૂછવા પર નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જો બૂસ્ટર ડોઝની જરૂરિયાત હશે તો તેની જાણકારી લોકોના આપવામાં આવશે. વેક્સીનેશન અભિયાન દ્વારા અમે તમામ લોકોને આ મહામારીથી સુરક્ષિત કરવા ઇચ્છીએ છીએ. બૂસ્ટર ડોઝ પર સ્ટડી ચાલી રહી છે. હાલ ગાઈડલાઈનનું પાલન કરો, વેક્સીનના બંને ડોઝ લો અને કોવિડથી સુરક્ષાના ઉપાય કરતા રહો. તમે ગંભીર બીમરીથી સુરક્ષિત છો પરંતુ તેમ છતાં સાવધાની રાખવી કેમ કે, આ 100 ટકા સુરક્ષાની ગેરેન્ટી નથી.
તેમણે વધુમાં કહ્યું, બૂસ્ટરની જરૂરીયાત અને તેના સમય વિશે જાણ થતા તેના સંબંધિત ગાઈડલાઈન અને જોગવાઈઓ લોકોને જણાવવામાં આવશે.
આ પણ વાંચો:- દિલ્હીમાં 31 મેથી શરૂ થશે અનલોકની પ્રક્રિયા, જાણો શું-શું ખુલશે
અમેરિકાના વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી બૂસ્ટરની જરૂરિયાત
અમેરિકાના મહામારી નિષ્ણાત ડો. એન્થની ફૌસીએ કહ્યું છે કે, કોરોના વાયરસની વેક્સીન લગાવ્યા બાદ લોકોને બૂસ્ટર ડોઝની જરૂરિયાત પડશે કેમ કે, વેક્સીનથી મળતી સુરક્ષા હમેશા માટે રહેશે નહીં. એવામાં બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. બૂસ્ટર ડોઝ માટે સમયને લઇને તેમણે કહ્યું કે, વેક્સીનના પ્રભાવી સમયને લઇને તમામ રિસર્ચ ચાલી રહ્યા છે. અત્યાર સુધી આ વેક્સીનને 6 મહિનાથી લઇને 1 વર્ષ માટે અસરકારક રહેવાની વાત સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube