નવી દિલ્હી : કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર જેવા અશાંત વિસ્તારમાં વોટ્સએપ કોલિંગની સુવિધા રોકવી કેટલી યોગ્ય છે એ મુદ્દાની સમીક્ષા કરશે. મળતી માહિતી પ્રમાણે સીમા પારના પોતાના સંપર્કો જાળવી રાખવા માટે આતંકીઓ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય સમગ્ર વિસ્તારમાં અશાંત પરિસ્થિતિ ઉભી કરવા માટે પણ આ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના LGનો સીએમ પર આરોપ, કહ્યં- 'કેજરીવાલે મને ધમકી આપી'


ગૃહ સચિવ રાજીવ ગૌબાના વડપણમાં યોજાયેલી એક બેઠકમાં આ સમીક્ષાને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠકમાં 2016માં નગરોટામાં એક સેના શિબિર પર થયેલાઆતંકી હુમલાના મામલામાં પકડાયેલા આતંકવાદીઓના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસને માહિતી આપી હતી કે તેમને વોટ્સએપ કોલ મારફતે સીમા પારથી નિર્દેશ મળતા હતા. આ આતંકી હુમલામાં સાત સૈન્યકર્મી મૃત્યુ પામ્યા હતા. 


આ બેઠકમાં ઇલેકટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, સુરક્ષા એજન્સીઓ તેમજ જ્મ્મુ-કાશ્મીર પોલીસના ટોચના અધિકારીઓ શામેલ થયા હતા. આ બેઠકમાં ‘કીપેડ જેહાદી’ દ્વાર સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી નાખીને શાંતિ ડહોળવાના પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારના જેહાદીઓ અફવાઓ ફેલાવીને કે પછી કોઈ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપીને ઇન્ટરનેટથી માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. 


દેશના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...