ત્રણ તલાક મુદ્દે મોદી સરકારે સોનિયા ગાંધી, મમતા, માયાનો સાથ માંગ્યો
મહિલાઓનાં વિકાસ માટે થઇ રહેલા કામમાં રાજનીતિ ન થવી જોઇએ, તમામ રાજનીતિક મહિલાઓ આગળ આવે
નવી દિલ્હી : 18 જુલાઇથી સંસદનું મોનસુન સત્ર ચાલુ થઇ રહ્યું છે. ત્રણ તલાક બિલ ફરીથી આ સત્રમાં આવશે. જો કે વિપક્ષનું વલણ પહેલા જેવું જ છે. વિપક્ષને આ મુદ્દે પોતાનાં પક્ષમાં લેવા માટે સરકારે કવાયત્ત ચાલુ કરી દીધી છે. કેન્દ્ર સરકાર આ મહિલાઓનાં ઉત્થાન માટે મહત્વપુર્ણ બિલ માનતા વિપક્ષીની ત્રણ પ્રમુખ મહિલા નેતાઓ સાથે આ મુદ્દા પર સરકાર સાથે આવવા માટેની અપીલ કરી રહ્યા છે. કેન્દ્રએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી અને બસપા સુપ્રીમો માયાવતી સાથે ત્રણ તલાક બિલને રાજ્યસભામાં પસાર કરાવવા માટેની અપીલ કરી છે.
આ અંગે Zee News સાથે ખાસ વાતચિત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકાર પ્રસાદે કહ્યું કે, આ સવાલ ના રાજનીતિનો છે, ના પુજાનો છે અને ન ધર્મનો. આ સવાલ છે ન્યાય, નારી સન્માન અને નારી ગરિમાનું છે. તેમણે કહ્યું કે, તેઓ રાજનીતિક વિરોધથી ઉપર ઉઠીને આ દેશની ત્રણ મહિલા નેત્રીઓને અપીલ કરે છે કે મહિલાઓનાં ન્યાય માટે તેઓ સરકારની સાથે આવે. તેમણે કહ્યું કે, અમારી હજારો - લાખો પુત્રીઓ ત્રણ તલાકથી પીડિત છે.
રવિશંકર પ્રસાદે ત્રણેય નેતાઓને સવાલ કર્યો કે, જ્યારે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ પણ, લોકસભાથી પસાર થયા બાદ પણ મહિલાઓ મોટા પ્રમાણમાં રસ્તા પર આવે છે, ત્યારે પણ શું તમે ચુપ રહેશો ? ભારત અને વિશ્વમાં તમારી ચર્ચા થાય છે કે તમે લોકો ભારતની જમ્હુરિયતનાં મોટા નેત્રી છે. તેમણે કહ્યું કે, જો 22 ઇસ્લામિક દેશોમાં 3 તલાકનો નિયંત્રિત કરવામાં આવ્યા. જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મોરેકો, ટ્યૂનીશિયા જેવો દેશ છે. તો ભારત એક સેક્યુલર દેશ હોવા છતા પણ આ મુદ્દે પછાત કેમ છે.
તેમણે કહ્યું કે, હુ સોનિયાજી, મમતાજી અને માયાવતીજીને આગ્રહ કરૂ છુ કે રાજનીતિમાંથી બહાર આવે અને આગળ આવીને માર્ચ કરીને તે પુત્રોઓ અને બહેનોનાં ચહેરા પર મુસ્કાન જુઓ તો ત્રણ તકાલનાં ડરનાં ખોફમાં રહે છે. ત્રણેય નેતાઓ સાથે મુલાકાતનાં ત્રણ સવાલ અંગે કાયદામંત્રીએ કહ્યું કે, મહિલાઓની ભલાઇ માટે તેને કોઇ પણ નેતાને મળવાનો વિરોધ નથી. તેમણે કહ્યું કે, જો તેઓ ઘટના માટે તક આપશે તો તેમની સાથે મુલાકાત કરીને તેઓ આ મુદ્દે કોઇ પણ સંશય મુદ્દે તેમની સાથે ચર્ચા કરશે.
આ વિધેયક અંગે કેટલીક બાબતો સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, જો ત્રણ તલાકમાં ત્રણ વર્ષની સજા છે તો નોન બેલેબલનો અર્થ છે કે તમને પોલીસ સ્ટેશન તરફથી જામીન નહી મળે. મેજીસ્ટ્રેટે સામેથી જામીન મળી શકે છે. તેમણે જણાવ્યું કે, ત્રણ તલાક વારંવાર નોન બેલેબલ કહેવામાં આવી રહ્યું છે તો દહેજનાં મુદ્દે પણ હિંદુ સાસુ હોય કે મુસ્લિમ સાસુ જો કેસ છે તો જેલ જવું પડશે. પતિને પણ જેલ જવું પડે છે. ઘરેલુ હિંસા એક્ટ હેઠળ.
તેમણે કહ્યું કે, જો કોઇ મુસલમાન ગુનો કરે છે તો તે સમયે સવાલ ન ઉઠાવવો જોઇએ કે તેની પત્નીને ભોજન કઇ રીતે મળે. આ સવાલ ત્યારે જ શા માટે ઉઠે છે જ્યારે મહિલાઓને ઇજ્જત આપવા માટેની વાત થઇ રહી હોય. તેને ગરિમા આપવા માટેની વાત થઇ રહી હોય.