મોટી કાર્યવાહીનો સંકેત?, CRPF, BSF સહિત અન્ય સુરક્ષાદળોની 100 કંપનીઓ જમ્મુ-કાશ્મીર રવાના
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ દેશની સરહદો અને લોકોને સુરક્ષિત રાખવાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની વધારાની કંપનીઓ તહેનાત કરવાના આદેશ આપ્યાં છે.
નવી દિલ્હી (ઈશાન વાની): જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ દેશની સરહદો અને લોકોને સુરક્ષિત રાખવાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની વધારાની કંપનીઓ તહેનાત કરવાના આદેશ આપ્યાં છે.
જે મુજબ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), ઈન્ડો તિબ્બત બોર્ડર પોલીસ (આઈટીબીપી) અને સશસ્ત્ર સરહદ ફોર્સ (એસએસબી)ની વધારાની કંપનીઓ જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય તરફથી જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને જમ્મુ કાશ્મીર પોલીસના આઈજીને ફેક્સ પણ કરી દેવાયો છે.
શહીદ જવાનની પત્નીએ શેર કર્યો પુલવામા એટેકની ગણતરીની મિનિટો પહેલાનો પતિનો છેલ્લો VIDEO
ગૃહ મંત્રાલય તરફથી મોકલવામાં આવેલા ફેક્સ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં મોકલવામાં આવેલી વધારાની કંપનીઓમાં સીઆરપીએફની 45 કંપનીઓ, બીએસએફની 35 કંપનીઓ અને એસએસબી તથા આઈટીબીપીની 10-10 કંપનીઓ સામેલ છે. આ ફેક્સ સંદેશામાં 'ઈમિડિએટ' શબ્દનો પણ ઉપયોગ કરાયો છે. જેનો અર્થ છે તત્કાળ. સ્પષ્ટ થાય છે કે આ તહેનાતી એક મોટા એક્શન તરીકે જોવામાં આવી રહી છે.
આ બાજુ સોમવારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર બંધારણની કલમ 35-એ ઉપર પણ સુપ્રીમમાં સુનાવણી છે. આવામાં રાજ્યમાં કોઈ પણ અનહોનીને પહોંચી વળવા માટે તેને સરકાર તરફથી મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.
CRPFનો આક્રોશ, કહ્યું- 'શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી'
પુલવામા આતંકી હુમલા બાદ સરકારે આકરી કાર્યવાહી કરતા જમ્મુ અને કાશ્મીરના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોને આપેલા સુરક્ષા પાછી ખેંચી હતી. જેમાં એસએએસ ગિલાની, અગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસિન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઈસ્લામ, ઝફર અકબર ભટ, નઈમ અહેમદ ખાન, ફારુક અહેમદ કિચલુ, મસરૂર અબ્બાસ અંસારી, અગા સૈયદ અબ્દુલ હુસૈન, અબ્દુલ ગની શાહ, મોહમ્મદ મુસાદિક ભટ અને મુખ્તાર અહેમદ વઝા સામેલ હતાં. આ ભાગલાવાદી નેતાઓ ની સુરક્ષામાં સોથી વધુ ગાડીઓ તહેનાત હતી. આ ઉપરાંત 1000 પોલીસકર્મીઓ આ નેતાઓની સુરક્ષામાં તહેનાત હતાં.