CRPFનો આક્રોશ, કહ્યું- 'શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી'

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની જાતિને લઈને એક મેગેઝીનમાં અહેવાલ છપાયો હતો. આ અહેવાલ પ્રત્યે સીઆરપીએફ દ્વારા કડક આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અર્ધસૈનિક દળે પોતાના મુખ્ય પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે 'સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ ધર્મનું કોઈ મહત્વ નથી.'
CRPFનો આક્રોશ, કહ્યું- 'શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી'

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની જાતિને લઈને એક મેગેઝીનમાં અહેવાલ છપાયો હતો. આ અહેવાલ પ્રત્યે સીઆરપીએફ દ્વારા કડક આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અર્ધસૈનિક દળે પોતાના મુખ્ય પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે 'સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ ધર્મનું કોઈ મહત્વ નથી.'

મુખ્ય પ્રવક્તા અને ડીઆઈજી એમ. દિનાકરને ટ્વિટ કરીને કહ્યું કે સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ, રંગ, અને ધર્મનું આ દયનીય વિભાજનનું અમારા લોહીમાં કોઈ અસ્તિત્વ નથી. તેમણે અહેવાલને ટેગ કરતા કહ્યું કે શહીદોનું અપમાન ન કરવું જોઈએ. રિપોર્ટમાં આંકડા તરીકે ઉપયોગ કરીને તેમનું અપમાન ન કરાય. દિનાકરનની ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા રિટાયર્ડ મેજર ગૌરવ આર્ય લખે છે કે દિનાકરનસર, અમને તમારા પર ગર્વ છે. તમારા એક ટ્વિટે નિંદનીય લેખને ફગાવી દીધો. 

crpf tweet

મેજર ગૌરવે લખ્યું કે જ્યારે કોઈ જવાન એકવાર યુનિફોર્મ પહેરે છે ત્યારે તે પોતાની અન્ય ઓળખ છોડી  દે છે. તે ફક્ત ભારતીય હોય છે. જ્યારે તેનું પાર્થિવ શરીર તિરંગમાં લપેટાઈને પાછું આવે છે ત્યારે તે ભારતમાતાનો પુત્ર હોય છે. 

સીઆરપીએએફએ પુલવામા આતંકી હુમલા બાદ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને લખ્યું હતું કે તે જમ્મુ અને કાશ્મીરમાં ભયાનક આતંકી હુમલામાં શહીદ થયેલા પોતાના 40 જવાનોની શહાદતને ન તો ભૂલશે અને ન તો માફ કરશે પરંતુ તેનો બદલો લેશે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમે પુલવામા હુમલામાં શહીદ થયેલા અમારા જવાનોને સલામ કરીએ છીએ અને શહીદ ભાઈઓના પરિવારોની પડખે છીએ. આ ક્રુર હુમલાનો બદલો લેવાશે. 

આ અગાઉ સીઆરપીએફએ લોકોને શહીદોના ક્ષત વિક્ષત મૃતદેહો અંગે ફેક તસવીરો પ્રસારિત ન કરવાની પણ ભલામણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news