નવી દિલ્હી : સંસદના બજેટ સત્રમાં રાફેલ મુદ્દે સીએજીનાં રિપોર્ટ સદનમાં રજુ કરવામાં આવશે. સમાચાર છે કે સરકાર સંસદનાં બજેટ સત્ર દરમિયાન સંસદમાં રાફેલ મુદ્દે કેગ રિપોર્ટ રજુ કરશે. આ સમાચાર ભાજપ નેતા શાહનવાઝ હુસૈને Zee Media સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, હવે દુધનું દુધ અને પાણીનું પાણી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ સાથે જ સંસદનાં બજેટ સત્રની શરૂઆત થવા જઇ રહી છે. બીજી તરફ 1 ફેબ્રુઆરીએ સરકાર સંસદમાં વચગાળાનું બજેટ રજુ કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રો અનુસાર આગામી 1 ફેબ્રુઆરીએ સરકાર 4 મહિનાનું વચગાળાનું બજેટ રજુ કરશે. આગામી લોકસભા ચૂંટણીનાં કારણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર તરફથી વચગાળાનું બજેટ રજુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સરકાર તરપતી 2 મહિનાનું વચગાળાનું બજેટ રજુ કરવામાં આવતું હતું. જો કે આ વખતે 4 મહિનાનું બજેટ રજુ કરવામાં આવશે. તેવામાં સુવિધા અનુસાર વચગાળાનું બજેટ અથવા સામાન્ય બજેટ બંન્ને કહી શકાય છે. 
લોકસભા ચૂંટણી પહેલા બજેટ આવવાનાં કારણે પ્રોફેશનલથી માંડીને ખેડૂત સુધી તમામ લોકોને બજેટમાંથી ઘણી આશા છે. જાણકારોને આશા છે કે સરકાર મોટા નોકરી વર્ગને ધ્યાનમાં રાખતા આવકમાં છુટ આપી શકે છે. 5 લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્ત કરવામાં આવી શકે છે. 

મોદી સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત
બજેટમાં કૃષી ક્ષેત્ર પર પણ સરકારનુ ખાસ ધ્યાન રહેશે. બજેટથી પહેલા મોદી સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર  રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાનાં રાહત પેકેજને મંજુરી આપી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ખેડૂતોને મળસે. આ રકમમાં આંધ્ર પ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાનાં પેકેજને મંજુરી આપવામાં આવી છે. જુલાઇ 2019માં નવી સરકારની રચના બાદ ફરી વાર બજેટ રજુ કરવામાં આવશે.