નવી દિલ્હી : ભાજપનાં પૂર્વ નેતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક કે.એન ગોવિંદાચાર્યએ અયોધ્યા વિવાદ મુદ્દે આગામી કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ કરાવવાની માંગ કરતા શનિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. સોમવારે ચીફ જસ્ટિસની સામે  મેંશન કરવામાં આવશે કે આ અરજી અંગે ઝડપથી સુનવણી કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, રામ જન્મભુમિ વિવાદમાં મધ્યસ્થતા મુદ્દે નિયુક્ત કરવામાં આવેલી સમિતીનાં કોઇ પણ નિષ્કર્ષ પર નહી પહોંચાડ્યા બાદ સુપ્રીમ કોર્ટે શુક્રવારે અયોધ્યા વિવાદમાં 6 ઓગષ્ટનાં રોજ સુનવણી કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષવાળી એક સંવિધાન પીઠે બંધ રૂમમાં કહ્યું કે, વિવાદો મુદ્દે મધ્યસ્થતા માટે બનાવાયેલી સમિતી કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકી છે. એટલા માટે આ મુદ્દે 6 ઓગષ્ટથી પ્રતિદિવસ સુનવણી ચાલુ કરવામાં આવશે. 


કુમારસ્વામીનું ચોંકાવનારુ નિવેદન: એક્સિડેન્ટલ CM બન્યો, રાજનીતિ છોડવા ઇચ્છુ છું
Jio GigaFiber નું ટુંક સમયમાં લોન્ચિંગ, અકલ્પનીય પ્લાનથી બજારમાં આવશે ભુકંપ
મુસ્લિમ પક્ષકારના વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે, તેમનાં મુવક્કિલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સુબ્રમણ્ય સ્વામીની રિટ અરજીનો વિરોધ કર્યો, જેમાં તેમણે આ મુદ્દે સ્પીડ અપ ટ્રાયલની વાત કરી. રિટ મુદ્દે ધવનને ન્યાયાધીશ પાસે કડક જવાબની માંગ કરી. કોર્ટે કહ્યું કે, અમે તેનો જોઇશું. ધવને કહ્યું કે, અમે આ મુદ્દે ડિબેટના અંતરલની સીમાને ઘટાડવામાં ન આવે. કોર્ટે આ અંગે કહ્યું કે, અમે તેને જોઇશું. સંવિધાન પીઠની સુનવણીને ટાળવાનો ઇન્કાર કરી દીધો, અને કહ્યું કે, તેઓ ધવનનાં વિરોધની સુનવણી દરમિયાન સુનવણી કરશે.