COVID vaccines: કેન્દ્ર સરકારે વેક્સિન કંપનીઓ સાથે કરી વાત, રસીની કિંમત ઓછી કરવાની અપીલ કરી
સરકારે કોરોના વિરુદ્ધ જારી લડાઈને વધુ ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ એક મેથી રસીકરણના ત્રીજા તબક્કામાં 18થી 45 વર્ષની ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબી થઈ ગઈ છે. સંક્રમણના મામલા દરરોજ નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેને જોતા સરકારે કોરોના વિરુદ્ધ જારી લડાઈને વધુ ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ એક મેથી રસીકરણના ત્રીજા તબક્કામાં 18થી 45 વર્ષની ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોએ રસીની કિંમતોમાં અસમાનતાનો આરોપ લગાવતા ભાવ ઓછો કરવાની વાત કહી હતી. હવે કેન્દ્ર સરકારે આ મુદ્દા પર રસી કંપનીઓ સાથે વાત કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક સાથે ભારતમાં પોતાની કોવિડ વેક્સિનની કિંમતો ઓછી કરવા માટે કહ્યું છે જેથી પ્રથમ મેથી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં 18થી 45 વર્ષની ઉંમરના લોકોને મોટા પાયા પર વેક્સિન લગાવવાનું કામ કરી શકાય.
આ પણ વાંચોઃ પીરિયડ દરમિયાન પણ કોરોના વેક્સિન લગાવી શકે છે મહિલાઓ? જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
હકીકતમાં કોંગ્રેસ શાસિત રાજ્યોએ પ્રથમ મેથી બધા વ્યસ્કો માટે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે હાથ ઉંચા કરી લીધા છે કોંગ્રેસ શાસિત રાજ્યો છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન અને ઝારખંડ (ગઠબંધનની સરકાર) ના સ્વાસ્થ્ય મંત્રીઓએ રવિવારે એક સ્વરમાં કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું હતું કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી તે રીતે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવવી જોઈએ.
આ પણ વાંચોઃ 4થી 8 મે વચ્ચે દેશમાં દરરોજ આવશે 4.4 લાખ નવા કેસ, IITનો દાવો
તો કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર નફાખોરોને 1.11 લાખ કરોડ રૂપિયાની નફાખોરીની મંજૂરી આપી રહી છે. તેમનું કહેવું હતું કે સરકાર ગરીબોને ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવવાની પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યા કે રસીને લઈને જાહેરમાં નફાખોરીની મંજૂરી કેમ આપી શકાય છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube