Corona Vaccine In Women Period: પીરિયડ દરમિયાન પણ કોરોના વેક્સિન લગાવી શકે છે મહિલાઓ? જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે સ્પષ્ટ કર્યુ કે, પીરિયડના સમયે પણ મહિલાઓ કોરોના રસી લઈ શકે છે. તેનાથી કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય. આ કારણે રસીકરણને રોકી શકાય નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ કોવિડ વેક્સિનને લઈને ઉઠી રહેલા તમામ સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ કેવ મહિલાઓ પીરિયડ દરમિયાન પણ આ રસી લગાવી શકે છે. સરકારે કહ્યું કે, આજે જે સ્થિતિ છે તેમાં કોરોના વેક્સિનેશનની ગતિ ઓછી ન કરી શકાય. નીતિ આયોગ (સ્વાસ્થ્ય) ના સભ્ય ડો વીકે પોલે કહ્યુ- સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું માસિક પીરિયડ દરમિયાન મહિલાઓ રસી લગાવી શકે છે. તેનો જવાબ હા છે, રસી પીરિયડ્સ દરમિયાન લઈ શકાય છે. આ રસીકરણને સ્થગિત કરવાનું કોઈ કારણ નથી.
ડો. પોલે કહ્યું કે, આ મહામારીમાં આપણે વેક્સિનેશન ઝડપથી આગળ લઈ જવુ પડશે. આપણે વેક્સિનેશનની ગતિને ધીમી ન કરી શકીએ. ખરેખર રસીકરણ વધારવુ જોઈએ. ડો. પોલે કહ્યુ કે, કોરોનાની સ્થિતિમાં બિનજરૂરી બહાર ન જાવ અને માસ્ક પહેરો. પોતાના ઘરમાં લોકોને આણંત્રિત ન કરો.
આ કારણે હોસ્પિટલોની બહાર થઈ જાય છે ભીડ
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ, જે પણ કોવિડ પોઝિટિવ આવે છે તેમાં તે પેનિક થઈ જાય છે કે ક્યાંક બાદમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ ખવાની જરૂર ન પડે તેથી હું અત્યારે દાખલ થઈ જાવ છું. હોસ્પિટલોની બહાર ભારે ભીડ થાય છે અને જરૂરી દર્દીઓને સારવાર મળતી નથી. તેમણે આગળ કહ્યું કે, આપણે કેસની સંખ્યા ઓછી કરવી પડશે અને હોસ્પિટલના સંસાધનોનો સારો ઉપયોગ કરવો પડશે. ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ ખુબ મહત્વપૂર્ણ છે. હાલમાં એક બિનજરૂરી ડર છે.
દેશમાં 14 કરોડથી વધુ લોકોને લાગી ચુકી છે વેક્સિન
તો ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ જણાવ્યુ કે, દેશમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વધી રહ્યું છે. આપણી ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા 7259 મેટ્રિક ટન છે. 24 એપ્રિલે 9103 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, કેટલાક રાજ્યો છે જ્યાં સક્રિય કેસની સંખ્યા વધુ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ રાજ્ય સામેલ છે. દેશભરમાં અત્યાર સુધી 14 કરોડ 19 લાખ વેક્સિન ડોઝ લાગી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે