નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીથી લડવા માટે ભલે તમે દરેક પ્રયત્ન કરી રહ્યા હોવ. પરંતુ દિવસે ને દિવસે કોઇ સમસ્યા સામે આવી જાય છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે દેશમાં કોરોના વાયરસ સામે લડવાની દવા રેમડેસિવિરની કાળાબજારી થઇ રહી છે. તેથી જરૂરિયાતમંદ લોકો પાસે આ દવા માટે મોં માંગી કિંમત વસૂલવામાં આવી રહી છે. હવે તેના માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના દવા નિયામક (DCGI) એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દવા નિયંત્રકોને એન્ટી-વાયરલ રસી 'રેમડેસિવિર'ની કાળાબજારી રોકવા માટે કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ દવાને ઇમરજન્સી અને સીમિત આધાર પર કોવિડ 19 દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે. 


ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI) ડો. વીજી સોમાણીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દવા નિયંત્રકોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમના કાર્યાલયને એક પત્ર મળ્યો છે. જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે કેટલાક લોકો દવાને મોંઘા ભાવે વેચવા અને તેની કાળીબજારીમાં સંલિપ્ત છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube