નવી દિલ્હી: સરકારે કોરોના વાયરસને પહોંચી વળવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં કેટલાક વધુ ક્ષેત્રોને શુક્રવારે છૂટ આપી. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં નિર્માણ ગતિવિધિઓ અને દેશભરમાં પાણીની આપૂર્તિ, સ્વચ્છતા, વીજળી, નોન બેંન્કિંગ નાણાકીય સંસ્થાઓ અને સહકારી ઋણ સમિતિઓને કામ કરવાની મંજૂરી આપવી સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા નિર્દેશોમાં કહ્યું છે કે Lumberને બાદ કરતા જંગલના અન્ય ઝાડ, વનોત્પાદનના સંગ્રહ, હાર્વેસ્ટ, પ્રોસેસિંગના કામમાં આદિવાસીઓ, અને વનવાસીઓને લૉકડાઉનમાં 3 મે સુધી છૂટ આપવામાં આવશે. 


ભલ્લાએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામ ગતિવિધિઓ, પાણીની આપૂર્તિ, સ્વચ્છતા, વીજળી, દૂરસંચારની લાઈનો અને કેબલ બીછાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube