મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા બોલાવેલું બંધ હિંસક થવા અને પ્રદર્શનો વચ્ચે ઔરંગાબાદમાં એક પ્રદર્સનકારીની આત્મહત્યા બાદ તેને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વચ્ચે સીએમ દેવેન્દ્ર ફડણવીસનો પક્ષ પણ સામે આવ્યો છે. ફડણવીસે કહ્યું કે, તે મરાઠા સમુદાય સાથે વાત કરવા તૈયાર છે. આ આંદોલનમાં બે લોકોના મોત થયાની વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે દિવસભર ચાલેલા હિંસક પ્રદર્શનો બાદ સાંજે મૌન તોડ્યું. ફડણવીસે કહ્યું, સરકારે મરાઠા સમુદાયના વિરોધને ધ્યાનમાં લીધું છે અને તેની સાથે જોડાયેલા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર તેની સાથે વાત કરવા તૈયાર છે. હાઈકોર્ટના નિર્ણયને મરાઠા સમુદાયને અનામત ન મળવાનું કારણ દર્શાવતા સીએમે કહ્યું, સરકારે મરાઠા સમુદાયના અનામત માટે કાયદો બનાવ્યો હતો પરંતુ તે બોમ્બે હાઈકોર્ટ દ્વારા રોકી દેવામાં આવ્યો. 


મરાઠા ક્રાંતિ મોરચાએ 'મહારાષ્ટ્ર બંધ' પાછુ ખેંચ્યુ, લોકો પાસે માફી માંગી


મહત્વનું છે કે, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 72 હજાર સરકારી નોકરીઓની ભરતીમાં મરાઠા માટે 16 ટકા અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનાથી પણ આંદોલનની આગ શાંત થઈ રહી નથી. 2019ની લોકસભા ચૂંટણીમાં એક વર્ષ કરતા ઓછો સમય છે. આ સિવાય 2019માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં મરાઠા આંદોલન ફડણવીસ સરકાર અને ભાજપ માટે પડકાર બની ગયું છે. 


શું છે મરાઠા સમુદાયની માંગ
મરાઠા સમુદાયની મુખ્ય માંગ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં સમુદાય માટે અનામત હોય. 2014માં કોંગ્રેસ-એનસીપીની સરકારે મરાઠા સમુદાય માટે 16 ટકા અનામતની જોગવાઇ કરી હતી. તે માટે પ્રથમવાર ઇકોનોમિકલી એન્ડ બેકવર્ડ કોમ્યૂનિટીની કેટેગરી બનાવવામાં આવી હતી. આ રીતે પ્રદેશમાં કુલ અનામત 51 ટકાછી વધી ગયું હતું. 


બાદમાં બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત પર કે કહેતા પ્રતિબંધ લગાવ્યો કે, મરાઠાને પછાત વર્ગમાં ન ગણી શકાય. હજુ પણ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને મરાઠા સમુદાય ઈચ્છે છે કે, સરકાર અનામતની એવી વ્યવસ્થા કરે કે જેને કોર્ટ રદ્દ ન કરી શકે અને ત્યાં સુધી 72 હજાર નોકરીઓની ભરતી પર પ્રતિબંધ લાગે.