નવી દિલ્હીઃ કૃષિ સુધાર કાયદા (Farm Bill)ને લઈને સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. બંન્ને પક્ષો વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત થી ચુકી છે, પરંતુ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી. કિસાન સંગઠનોએ આઠ ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. તે ત્રણેય કૃષિ બિલને પરત લેવાની માગ કરી રહ્યાં છે. સરકારે સ્પષ્ટ કરી દીધું કે કૃષિ કાયદાને પરત લેવામાં આવશે નહીં,જરૂર પડવા પર સરકાર કિસાનોની માગો પ્રમાણે સંશોધન પર વિચાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાનોને આઝાદી આપે છે આ કાયદા
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ, 'સરકારે જે કાયદા પાસ કર્યા છે તે કિસાનોને આઝાદી આપે છે. અમે હંમેશા કહ્યું કે, કિસાનોને તે અધિકાર હોવો જોઈએ કે તે પોતાનો પાક જ્યાં ઈચ્છે ત્યાં વેચે. ત્યાં સુધી કે સ્વામીનાથન આયોગે પણ પોતાના રિપોર્ટમાં તેની ભલામણ કરી છે. હું નથી સમજતો કે કાયદાને પરત લેવા જોઈએ. જો જરૂરી હોય તો કિસાનોની માંગ પ્રમાણે કાયદામાં સંશોધન કરવામાં આવશે.'


આ પણ વાંચોઃ ભારત બંધના સમર્થનમાં 11 વિપક્ષી દળોએ જાહેર કર્યું નિવેદન, રાષ્ટ્રપતિને પણ મળશે


11 દિવસોથી ચાલી રહ્યું છે પ્રદર્શન
કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનોનું પ્રદર્શન 11 દિવસથી ચાલી રહ્યું છે. કિસાન દિલ્હીના બહારના વિસ્તારમાં ભેગા થયા છે. આ સિવાય કિસાનોએ દિલ્હીની સરહદોને પણ સીલ કરી રાખી છે. કિસાનોએ આઠ ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે. નવ ડિસેમ્બરે સરકાર અને કિસાનો વચ્ચે આગામી રાઉન્ડની વાતચીત થવાની છે. 


શું છે ત્રણ કાયદા?
સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે ત્રણ કાયદા બનાવ્યા છે. આ કાયદા છે- ખેડુતો વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ ઉત્પન્ન કરે છે, 2020, કૃષક (સશક્તીકરણ તથા સંરક્ષણ) કિંતમ આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ, 2020 અને આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020. આ કાયદા દ્વારા કિસાનોને પોતાના પાકને ગમે ત્યાં વેચવાની આઝાદી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય માળખું બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત કઠોળ, તેલીબિયાં, ખાદ્યતેલ, ડુંગળી અને બટાટાને જરૂરી ચીજવસ્તુઓની સૂચિમાંથી કાઢવાની જોગવાઈ છે. માત્ર યુદ્ધ જેવી અસાધારણ પરિસ્થિતિઓને છોડીને હવે જેટલો ઈચ્છે તેનો સંગ્રહ કરી શકાય છે.


આ પણ વાંચોઃ કિસાન આંદોલનથી બ્રિટન-કેનેડામાં ભારતીય દૂતાવાસોને ખતરો! લંડનમાં વધી સુરક્ષા


સરકારે શરૂ કર્યું અભિયાન
સરકારે હાલના કૃષિ કાયદાનું મહત્વ ગણાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે હાલ કૃષિ કાયદાથી માત્ર છ ટકા ધનવાન કિસાનોને લાભ મળી રહ્યો છે. બાકી 94 ટકા કિસાનોને કોઈ ફાયદો મળી રહ્યો નથી. આ 94 ટકા કિસાનોને ફાયદો પહોંચાડવા માટે મોદી સરકાર નવા કૃષિ કાયદા લઈને આવી છે, પરંતુ અંગત સ્વાર્થને કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube