COVID-19 vaccine: કોરોના વેક્સીનના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે અંતર ઘટાડી શકે છે સરકાર
COVID-19 vaccine: કેન્દ્ર સરકાર તરફથી જાહેર ગાઇડલાઇનને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. તમામ નિષ્ણાંતોનું કહેવું છે કે બીજા અને પ્રિકોશન ડોઝ વચ્ચે અંતર ઘટાડવું જોઈએ.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર જલદી કોવિડ-19 વિરોધી વેક્સીનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચે અંતરને નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરી શકે છે. સત્તાસાર સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે કોવિડ-19 વિરોધી વેક્સીનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચે અંતરને ઘટાડવા માટે રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નીકલ સલાહકાર સમૂહ દ્વારા ભલામણ કરવાની આશા છે.
રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નીકલ સલાહકાર સમૂહની બેઠક 29 એપ્રિલે યોજાવાની છે. હકીકતમાં આઈસીએમઆર અને અન્ય આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાઓના અભ્યાસમાં કહેવામાં આવ્યું કે કોવિડ વિરોધી વેક્સીનના બંને ડોઝની સાથે પ્રાથમિક રસીકરણથી લગભગ છ મહિના બાદ શરીરમાં એન્ટીબોડી સ્તર ઓછુ થઈ જાય છે. બૂસ્ટર ડોઝ આપવાથી મહામારી વિરુદ્ધ ઇમ્યુનિટી પ્રતિક્રિયા વધી જાય છે.
આ પણ વાંચોઃ Raisina Dialogue 2022: ભારત પોતાની શરતો પર દુનિયાની સાથે વાતચીત કરશેઃ એસ જયશંકર
મહત્વનું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના તે લોકો જેણે બીજો ડોઝ લીધાના નવ મહિના પૂરા થઈ ગયા છે તે પ્રિકોશન ડોઝ લેવા માટે પાત્ર છે. સૂત્રોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવેલા અભ્યાસો અને નિષ્કર્ષોને ધ્યાનમાં રાખતા કોવિડ વેક્સીનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનું અંતર નવ મહિનાથી છ મહિના સુધી કરવાની સંભાવના છે. પરંતુ નિર્ણય રાષ્ટ્રીય ટેક્નીકલ સલાહકાર સમૂહની ભલામણોના આધાર પર લેવામાં આવશે, જેની બેઠક શુક્રવારે થવાની છે.
ભારતમાં 10 જાન્યુઆરીથી સ્વાસ્થ્ય ક્ષેત્ર અને કોરોના વોરિયર્સને રસીનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સરકારે માર્ચમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને પ્રિકોશન ડોઝના પાત્ર બનાવી દીધા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધી 18થી 59 વર્ષની ઉંમરના લોકોને વેક્સીનના 5,17,547 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube