Raisina Dialogue 2022: ભારત પોતાની શરતો પર દુનિયાની સાથે વાતચીત કરશેઃ એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી પર ભારતના વલણની આલોચનાનો મંગળવારે વિરોધ કરતા કહ્યુ હતુ કે પશ્ચિમી શક્તિઓ પાછલા વર્ષે અફઘાનિસ્તાનમાં થયેલા ઘટનાક્રમ સહિત એશિયાના મુખ્ય પડકારોથી બેજવાબદાર થઈ રહી છે.

Raisina Dialogue 2022: ભારત પોતાની શરતો પર દુનિયાની સાથે વાતચીત કરશેઃ એસ જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યુ કે, ભારત પોતાની શરતો પર દુનિયા સાથે વાતચીત કરશે. દેશને તે માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. વિદેશ મંત્રીએ રાયસીના ડાયલોગમાં કહ્યુ, આપણે તે વાત પર વિશ્વાસ કરવો જોઈએ કે અમે કોણ છીએ, ન કે દુનિયાને ખુશ કરવા માટે તે દેખાડવાનું છે કે તે શું છે. અન્ય લોકો આપણને વ્યાખ્યાયિત કરે છે અને અમને મંજૂરીની જરૂર છે તે વિચાર એ યુગ છે જે આપણે પાછળ છોડવાની જરૂર છે.

જયશંકરે તે પણ કહ્યુ કે આગામી 25 વર્ષોમાં ભારતે વૈશ્વિકરણના આગામી તબક્કામાં હોવુ જોઈએ. 75 વર્ષની ઉંમરના ભારત વિશે વાત કરતા તેમણે કહ્યુ, જ્યારે આપણે ભારતને 75 વર્ષ પર જોઈએ તો અમે ન માત્ર 75 વર્ષ પૂરા કરી ચુક્યા છીએ, પરંતુ 25 વર્ષ આગળ જોઈ રહ્યાં છીએ. અમે શું કર્યું છે, અમે ક્યાં પછડાયા?

યુક્રેનના સંઘર્ષ રોકવાની સારી રીત લડાઈ રોકવી અને વાર્તા કરવી
તેમણે કહ્યું કે, એક અંતર જો અમને દેખાઈ છે તે છે કે ભારતીયોએ દુનિયાને દેખાડી દીધુ છે કે તે એક મજબૂત લોકતંત્ર છે. યુક્રેન સંકટ પર વિદેશ મંત્રીએ ફરી કર્યુ, આ સંકટમાંથી નિકળવાનો સૌથી સારો રસ્તો લડાઈ રોકવી અને વાતચીતને આગળ વધારવાનો છે. જયશંકરે મંગળવારે કહ્યુ હતુ કે જ્યારે નિયમ આધારિત વ્યવસ્થા ખતરામાં હતા, અને તેને નજરઅંદાજ કરવામાં આવી ત્યારે દુનિયાના દેશ ક્યાં હતા. 

વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી પર ભારતના વલણની આલોચનાનો મંગળવારે વિરોધ કરતા કહ્યુ હતુ કે પશ્ચિમી શક્તિઓ પાછલા વર્ષે અફઘાનિસ્તાનમાં થયેલા ઘટનાક્રમ સહિત એશિયાના મુખ્ય પડકારોથી બેજવાબદાર થઈ રહી છે. તેમણે કહ્યું, આપણે યુક્રેનના મુદ્દા પર કાલે ઘણો સમય પસાર કર્યો અને મેં ન માત્ર તે વિસ્તારથી જણાવવાનો પ્રયાસ કર્યો કે અમારા વિચાર શું છે, પરંતુ તે પણ સ્પષ્ટ કર્યુ કે અમને લાગે છે કે આગળનો સર્વશ્રેષ્ટ માર્ગ લડાઈ રોકવી, વાર્તા કરવી અને આગળ વધવાના માર્ગ શોધવા પર ભાર આપવો પડશે. અમને લાગે છે કે અમારા વિચાર, અમારૂ વલણ તે દિશામાં આગળ વધવાની યોગ્ય રીત છે. 

જયશંકરે પોતાના સંબોધનમાં ભારતની આઝાદી બાદના 75 વર્ષના સંઘર્ષ વિશે ચર્ચા કરી અને તે વાતનો ઉલ્લેખ કર્યો કે દેશે દક્ષિણ એશિયામાં લોકતંત્રને આગળ વધારવા ક્યા પ્રકારે ભૂમિકા નિભાવી છે. વિદેશ મંત્રીએ માનવ સંસાધન અને વિનિર્માણ પર પૂરતુ ધ્યાન ન આપવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વિદેશ નીતિ હેઠળ બાહરી સુરક્ષા ખતરા પર લગભગ વધુ ધ્યાન આપવામાં આવ્યું નહીં. જયશંકરે આ સવાલ પર કે આગામી 25 વર્ષોની પ્રાથમિકતાઓ શું હોવી જોઈએ, કહ્યું કે તમામ સંભવિત ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ પર મુખ્ય રૂપથી ભાર હોવો જોઈએ. 

વિદેશ મંત્રીએ કહ્યું- આપણો કોણ છીએ, આ વિશે આપણે ચોક્કસ રહેવું પડશે. મને લાગે છે કે આપણે કોણ છીએ... તે આધાર પર વિશ્વના દેશો સાથે વાત કરવી સારી રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત પોતાની પ્રતિબદ્ધતા, જવાબદારીઓ અને આગામી 25 વર્ષોમાં પોતાની ભૂમિકાઓના સંદર્ભમાં વધુ આંતરરાષ્ટ્રીય હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news