નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેલિવિઝન પરનો ઈન્ટરવ્યુ પૂર્વનિયોજિત કહેવા અને ન્યૂઝ એજન્સી એએનઆઈના સંપાદક સ્મિતા પ્રકાશ પર સવાલ ઉઠાવવાને લઈને નાણામંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ સાથે રાહુલ પાસે માફીની માગણી પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રી અરુણ જેટલીએ એક પછી  એક ટ્વિટ કરીને રાહુલ પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે એક સ્વતંત્ર સંપાદક પર પ્રહાર કરીને ઈમરજન્સી લગાવનારા તાનાશાહના પોતાએ પોતાનું અસલ ડીએનએ દેખાડી  દીધુ છે. મને આ મુદ્દે એડિટર ગિલ્ડની પ્રતિક્રિયાનો ઈન્તેજાર છે. આ અગાઉ ભાજપે પણ રાહુલ ગાંધીની માફીની માગણી કરી હતી. 


ભાજપના મીડિયા પ્રમુખ અનિલ બલૂનીએ બુધવારે મોડી રાતે આપેલા નિવેદનમાં મોદીના ઈન્ટરવ્યુ લેનારા પત્રકારનો બચાવ કર્યો અને કહ્યું કે ગાંધી દ્વારા મીડિયાકર્મીઓ પર નિશાન સાધવું એ પત્રકારો અંગે કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે તે સ્વતંત્ર પત્રકારત્વ અંગે કોંગ્રેસની માનસિકતા રહી છે. રાહુલ ગાંધીનો ડીએનએ ઈમરજન્સીનો છે. તેમની પાર્ટીનો પત્રકારત્વને કચડવાનો ઈતિહાસ રહ્યો છે. તેમણે પોતાની આ પ્રકારની ટિપ્પણીઓ માટે દેશના પત્રકારોની માફી માંગવી જોઈએ. 


અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણમાં કહ્યું કે મોદીએ પૂર્વનિયોજિત ઈન્ટરવ્યું આપ્યો અને તેમણે પોતાના પત્રકાર સંમેલનમાં ફરીથી તેની મજાક ઉડાવી. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને એએનઆઈના સંપાદક સ્મિતા પ્રકાશ પર પ્રહાર કરતા તેમના ઉપર જ સવાલ કરવા અને જવાબ દેવાના આરોપ લગાવ્યાં હતાં. ત્યારબાદ સ્મિતા પ્રકાશે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ પાસેથી આવી આશા નહતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...