Greater Noida Society Insurance: ગ્રેટર નોઇડાની ગૌર સિટી ગેલેક્સી નોર્થ એવન્યૂમાં AOA (Apartment of owners association) એ ચોરી, રમખાણોથી બચવા અનોખી પહેલ કરી છે. AOA એ પોતાની સોસાયટીના 210 કરોડ રૂપિયાનો ઇંશ્યોરેન્સ એટલે કે વીમો કરાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર મહિને આપશે 56 રૂપિયા
રહેવાસીનું કહેવું છે કે દિલ્હી એનસીઆરમાં આ પહેલીવાર છે કે જ્યારે કોઇ સોસાયટીનો આ પ્રકરનો વીમો થયો હોય. આખી સોસાયટીમાં 815 ફ્લેટ છે. લગભગ દરેક ફ્લેટવાસીઓને દર મહિને 56 રૂપિયા તેના એવજમાં આપવા પડશે. 


815 ફ્લેટનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 5 લાખ 46 હજાર રૂપિયા છે. વીમામાં રમખાણો, આગ, ભૂકંપ, હડતાળ, આતંકવાદી ગતિવિધિઓમાં નુકસાન, વાવાઝોડા જેવી ઘટનાઓ કવર છે. 



રહીશો જણાવે છે કે સોસાયટીમાં એકવાર એક લિફ્ટ ખરાબ થઇ તો બિલ્ડરે પહેલાં એ જોવાનો પ્રયત્ન કર્યો કે લિફ્ટ કોના કારણે ખરાબ થઇ. ત્યારબાદ તે ફ્લેટ માલિક પર પેનલ્ટી ફટકારી. પછી તેને રિપેર કરાવવામાં આવી. આ ચક્કરમાં લગભગ 15 દિવસ સુધી લિફ્ટ બંધ રહી. વીમો લીધા બાદ આવી સમસ્યા નહી સર્જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube