નવી દિલ્હી : ગ્રેટ નોએડાના શાહબેરીમાં મોતની ઇમારત પડ્યાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યા શુક્રવારે નોએડા ફેઝ-3માં બહલોલપુરના એ બ્લોકમાં બેઝમેન્ટને ખોદીને બનાવાઇ રહેલી મુખ્ય દિવાલ અચાનક પડી ગઇ હતી. જેના કારણે તેની નીચે પાંચ લોકો દટાયા હતા. જે પૈકી હિંમાંશુ નામના બાળક2 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 3 ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, હેમરાજ નામના વ્યક્તિને ગંભીર હાલતમાં એમ્સ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે શનિવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. નોએડા પોલીસે મકાન માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. મળતી માહિતી અનુસાર અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના બેઝમેન્ટની દિવાલ અચાનક પડી ગઇ હતી. દીવાલની નીચે કામ કરી રહેલા ચાર મજુરો તેમાં દટાયા હતા. 

આસપાસનાં લોકોએ તાત્કાલીક પાંચેયને બહાર કાઢીને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે તેમાં 8 વર્ષીય હિમાંશુનુ રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જ્યારે હેમરાજ નામની વ્યક્તિને વિશેષ સારવાર માટે એમ્સ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અન્ય ત્રણેય મજુરની સ્થિતી હવે સારી હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.