નવી દિલ્હી: પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનાર ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) અને પોપ ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિઆના (Rihanna) એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કરી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્વિટરથી માંડીને તમામ પ્લેટફોર્મ્સ પર આજે દિવસભર આ મુદ્દે ચર્ચ રહી. જોકે ગ્રેટા થનબર્ગ અને રિઆના ખેડૂત આંદોલનના નામે વૈશ્વિક પ્રોપેગેંડા ગ્રુપ સાથે જોડાઇ ભારતને બદનામ કરે રહી છે. તેનો ખુલાસો ZEE NEWS એ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રોપેગેંડા વિશે જ્યારે ZEE NEWS એ પોતાના પ્રાઇમ ટાઇમ શો DNA માં ખુલાસો કર્યો તો તેને લોકોનું ભારે સમર્થન મળ્યું. ZEE NEWS એ DNA માં #GretaThunbergExposed હેશટે ચલાવ્યું જે જોત જોતામાં ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યું અને થોડી મિનિટોમાં ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું. 1 કલાકમાં સવા લાખ લોકોએ આ હેશટેગ સાથે ટ્વીટ કરી પોતાનો અભિપ્રાય શેર કર્યો.  
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube