નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને લાગે છે કે કરિયાણાની દુકાનોમાં કામ કરનાર અને રેકડીવાળાઓથી કોરોના ફેલાવાનો ખતરો વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, તેના દ્વારા મોટી વસ્તીને ઇન્ફેક્શન થઈ શકે છે. તેવામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે આવા લોકોનું ટેસ્ટિંગ વધુ કરવામાં આવે. હેલ્થ મિનિસ્ટ્રી પ્રમાણે, તેનાથી મૃત્યુદર ઘટાડવામાં મદદ મળી શકે છે. રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે આ સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલદી ટેસ્ટ કરે રાજ્ય
સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના પત્રમાં કહ્યું કે, કામ વાળી તે બંધ જગ્યાઓ પર ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સ હોઈ શકે છે, જ્યાં વધુ કેસ વાળી જગ્યાએથી લોકો આવી રહ્યાં છે. સ્લમ, જેલ, વૃદ્ધાશ્રમોમાં પણ હોટસ્પોટ હોઈ શકે છે. આ સિવાય કરિયાણાની દુકાનો, શાકભાજી અને ફેરીયાઓ વાળા પણ પોટેન્શિયલ સ્પ્રેડર હોઈ શકે છે. તેવા વિસ્તાર અને આવા લોકોનું ટેસ્ટિંગ આઈસીએમઆરની ગાઇડલાઇન પ્રમાણે ઝડપથી થવું જોઈએ. 


નવી જગ્યાઓ પર સંક્રમણ રોકવું જરૂરી
ભૂષણે પોતાના પત્રમાં કહ્યું કે, ઓક્સિજન સુવિધા અને ક્વિક રિસ્પોન્સ મેકેનિઝમ વાળી એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પણ જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, એમ્બ્યુલન્સનો ઇનકાર કરનાર દરની દરરોજ તપાસ થવી જોઈએ અને તેને ઝીરો પર લાવવો જોઈએ. ઘણા રાજ્યોમાં દર્દીઓને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી આવી રહી છે. હવે નવા વિસ્તારમાં કેસ સામે આવી રહ્યાં છે, તેના પર ભૂષણે કહ્યું કે, જિલ્લામાં કેસના ક્લસ્ટર કે મોટા આઉટબ્રેક હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આઉટબ્રેકને રોકવો પ્રાથમિકતા છે, ખાસ કરીને નવા વિસ્તારમાં. તેમણે કહ્યું કે, ધ્યાન કોઈપણ કિંમતે જિંદગી બચાવવા પર હોવું જોઈએ. 


કેરળ વિમાન દુર્ઘટના: મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને 2 લાખનું વળતર


મૃત્યુદરને ઘટાડવો મુખ્ય ટાર્ગેટ
રાજ્યોના મુખ્ય અધિક સચિવો, મુખ્ય સચિવો અને સચિવો (સ્વાસ્થ્ય)ને મોકલેલા પત્રમાં ભૂષએ કહ્યું છે, અત્યાર સુધી આપણે આ મામલે ઘણા અન્ય દેશો કરતા સારૂ કામ કર્યું છે, આપણું લક્ષ્ય મૃત્યુદર ઘટાડવાનું હોવું જોઈએ. આપણે તે નક્કી કરવાનું છે કે તે એક ટકાથી વધુ ન હોય. તેમણે કહ્યું કે, સફળ થવા માટે આક્રમક ટેસ્ટિંગ દ્વારા કેસની જલદી જાણકારી મેળવવી, દર્દીને આઇસોલેશન કે હેલ્થકેર ફેસિલિટીમાં એડમિટ કરવો અને પ્રોપર ક્લિનિકલ મેનેજમેન્ટ નક્કી કરવું પડશે.


72 કલાકમાં થઈ જવા જોઈએ કોન્ટેક્ટ ટ્રેસિંગ
ભૂષણે ઇન્ફ્લુએન્જા જેવી બીમારીઓ અને સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી ઇનલેસના સર્વેલાન્સ પર પણ ભાર મુક્યો કારણ કે તેના લક્ષણ મોટા ભાગે કોવિડ જેવા છે. તેમણે કહ્યું કે, પોઝિટિવ કેસની જાણકારી મેળવ્યા બાદ, તત્કાલ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવા જોઈએ. ભૂષણે કહ્યું કે, 72 કલાકની અંદર ઓછામાં ઓછા 80 ટકા કોન્ટેક્ટની માહિતી મેળવી લેવી જોઈએ. સામાન્ય રીતે એક વ્યક્તિના 30 કોન્ટેક્ટ હોય છે અને લક્ષણ સામે આવ્યાના બે દિવસની અંદર ટ્રેકિંગ થઈ જવું જોઈએ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube