નવી દિલ્હી: કાર્ડ આપી લગ્નમાં બોલાવ્યા છતાં વરઘોડોમાં ન લઇ જવા પર એક મિત્રએ બીજા મિત્ર દુલ્હાને 50 લાખ રૂપિયાની કાયદાકીય નોટિસ મોકલાવી છે. સાંભળવામાં આ વાત થોડી રમુજી લાગશે પરંતુ આ હકિકત છે. આ મામલો ઉત્તરાખંડના હરિદ્વારનો છે. રવિએ તેના લગ્નનું કાર્ડ તેના મિત્ર ચંદ્રશેખરને આપ્યું. ચંદ્રશેખર લગ્નમાં શામેલ થવા પહોંચ્યો પરંતુ વરઘોડો તે પહેલા નિકળી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રશેખરે દુલ્હા રવિ સાથે ફોન પર વાત પણ કરી તો તેણે પોતાની ભૂલ સ્વિકારવાની જગ્યાએ કહ્યું કે વરઘોડો લઇને નિકળી ગયો છું, હવે તું પાછો જતો રે. સ્થળ પર ઉભેલા જાનૈયાઓએ લગ્નનું કાર્ડ વેચનાર મિત્ર ચંદ્રશેખરને ખરીખોટી સંભળાવી હતી. આ વાત ચંદ્રશેખરને દિલ પર લાગી આવી અને તેણે માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો.


રાહુલ ગાંધીની ઓફિસમાં SFI ના કાર્યકર્તાઓએ કરી તોડફોડ, સામે આવ્યો વીડિયો


આ મામલે ચંદ્રશેખરે તેના વકીલ અરૂણ ભદોરિયાનો સંપર્ક કર્યો અને સલાહ કરી વકીલના માધ્યમથી દુલ્હા રવિને નોટિસ મોકલી 3 દિવસની અંદર માફી માંગવા અને વળતરના 50 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે. જો તે આ નહીં કરે તો કોર્ટમાં કેસ દાખલ કરવાની ચેતવણી પણ આપી હતી.


શું છે સમગ્ર મામલો
વકીલ અરૂણ કુમાર ભદોરિયાએ જણાવ્યું કે, 23 જૂનના હરિદ્વારના રહેવાસી રવિના લગ્ન બિજનૌરની અંજૂ સાથે નક્કી થયા હતા. દુલ્હા રવિએ તેના મિત્ર ચંદ્રશેખરને એક લિસ્ટ બનાવી આપ્યું અને તેને લગ્નના કાર્ડ વહેંચવા અને બધાને લગ્નમાં આવવા માટે નિમંત્રણ આપવા કહ્યું.


વિધાનસભા ભવન પહોંચ્યા ડેપ્યુટી સ્પીકર, 16 ધારાસભ્યની અયોગ્યતા પર નિર્ણય સંભવ


રવિના કહેવા પર ચંદ્રશેખરે મોના, કાકા, સોનુ, કન્હૈયા, છોટુ, આકાશ વગેરે આ તમામ લોકોને કાર્ડ વહેંચ્યા અને આગ્રહ કર્યો કે તમારે બધાએ 23 જૂનની સાંજે 5 વાગે લગ્ન માટે તમારી સુવિધા અનુસાર વાહનમાં આવવા માટે તૈયાર રહેવાનું છે અને લગ્નમાં આવવાનું છે. આ તમામ લોકો ચંદ્રશેખર સાથે સાંજે 4.50 વાગે નિર્ધારિત જગ્યા પર પહોંચી ગયા.


પરંતુ ત્યાં જઈને જાણવા મળ્યું કે, વરઘોડો નિકળી ગયો છે, જેના પર ચંદ્રશેખરે રવિને ફોન કર્યો તો રવિએ જણાવ્યું કે અમે લોકો નિકળી ગયા છે અને તમે લોકો પાછા જતા રહો. ચંદ્રશેખરનું કહેવું છે કે તેના કહેવા પર જે લોકો લગ્નમાં જવા માટે આવ્યા હતા, તે તમામ લોકોને ઘણું દુ:ખ થયું અને તે તમામ લોકોએ ચંદ્રશેખરને માનસિક ત્રાસ આપ્યો.


દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...


આ મામલે ચંદ્રશેખરે તેના એડવોકેટ અરૂણ ભદોરિયાના માધ્યમથી એક કાયદાકીય નોટિસસ રવિને મોકલાવી જેમાં ત્રણ દિવસની અંદર માનહાનિ માટે સાર્વજનિક રીતે માફી માંગવા અને 50 લાખ રૂપિયા વળતરની માંગણી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube