લખનઉ: ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કર્યા બાદ પણ દેશમાં દહેજ જેવી ક્રુપ્રથા બંધ થવાનું નામ લેતી નથી. હાલમાં જ દહેજ માંગવાની ઘટનામાં એક કન્યાએ વરરાજાને આવા હાલ કર્યા, જેનાથી દહેજ માંગતા પહેલા વરરાજા અને તેનો પરિવાર વિચાર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: રાયબરેલીમાં શરૂ થયું પોસ્ટર વોર, ટાર્ગેટમાં આવી પ્રિયંકા ગાંધી વાડ્રા


વર પક્ષે કરી મોટરબાઇક અને ચેનની માંગ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ઇન્દિરાનગર વિસ્તારમાં સોમવારે એક લગ્ન હતા. લગ્નમાં મંત્ર શરૂથવાના થોડા સમય પહેલા જ વર પક્ષની તરફથી મોટરબાઇક અને સોનાની ચેનની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં વર પક્ષે ધમકી પણ આપતા કહ્યું હતું કે જો અમારી માંગ પૂરી કરવામાં નહી આવે તો લગ્ન મંડપ છોડીને જતા રહીશું.


આસામ બંધ: નાગરિકતા બિલના વિરોધમાં 40 સંગઠનોએ આવતીકાલે આપ્યું બંધનું એલાન


વરરાજાનું મુંડન કર્યા બાદ કન્યા પક્ષે પોલીસને બોલાવી હતી અને તેને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ હવાલે આવેલા વરરાજાનું કહેવું છે કે આ કોઇ નવી માંગ ન હતી. તેણે કહ્યું કે તેમના પરિવારજનોએ લગ્ન નક્કી કરતા પહેલા જ કન્યા પક્ષ પાસે ગાડીની માંગ કરી હતી.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...