3 ફૂટ બરફમાં પણ ન રોકાયો વરઘોડો, 6 કિમી પગપાળા દુલ્હન લેવા પહોંચ્યો વરરાજા
રુદ્રપ્રયાગમાં હિમવર્ષા વચ્ચે એક અજોડ લગ્ન જોવા મળ્યા છે. જ્યાં ભગવાન ભોળા અને માતા પાર્વતીના લગ્નના સાક્ષી છે એવા ત્રિજૂગીનારાયણ ગામના વરઘોડા અને વરરાજાને મળો જે બરફમાં પગપાળા પોતાની દુલ્હનને લઇને આવ્યો છે.
રૂદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં હિમવર્ષા વચ્ચે એક અજોડ લગ્ન જોવા મળ્યા છે. જ્યાં ભગવાન ભોળા અને માતા પાર્વતીના લગ્નના સાક્ષી છે એવા ત્રિજૂગીનારાયણ ગામના વરઘોડા અને વરરાજાને મળો જે બરફમાં પગપાળા પોતાની દુલ્હનને લઇને આવ્યો છે. હકિકતમાં 25 જાન્યૂઆરીએ રજનીશ કૂર્માંચલીના લગ્ન મક્કૂમઠ ગામની શિક્ષા સાથે થવાના હતા. એવામાં તે જ દિવસ સવારથી સતત હિમવર્ષા થઇ રહી છે.
વધુમાં વાંચો: ‘દેશને લૂટનાર દરેક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશે’: PM મોદી
પહેલા રજનીશના લગ્નમાં મોટી સંખ્યામાં વરઘોડો હતો, પરંતુ હિમવર્ષાના કારણે થોડા લોકો વરઘોડો લઇને જતા રહ્યાં હતા. વરઘોડો પહેલા ત્રિજુગીનારાયણથી 6 કિ.મી ચાલતા ગયો અને ત્યાર પછી સોનપ્રયાગ થઇને ઉખીમઠ પહોચ્યો હતો. ઉખીમઠથી વરઘોડો તુંગનાથના શીતકાલીન ગાદી સ્થળ મક્કૂમઠ પહચ્યો હતો. જ્યાં રજનીશ અને શિક્ષા લગ્નના બંધનમાં બંધાયા હતા.
વધુમાં વાંચો: ‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ
જણાવી દઇએ કે રજનીશ અને શિક્ષાએ મક્કૂમઠમાં સાત ફેરા પણ ચાલુ હિમવર્ષામાં લીધા હતા. જ્યારે લગ્નનો કાર્યક્રમ પૂરો થયો અને દુલ્હનને તેમની સાથે લઇને જવાનો સમય આવ્યો તો દુલ્હનને પણ પીઠે હઠ ન કરી અને પોતાના જીવન સાથી સાથે શિક્ષાએ પણ ચાલતા પિયરથી વિદાય લીધી હતી. માત્ર ત્રિજુગીનારાયણ ગામમાં જ નથી આસપાસના ગામમાં પણ હિમવર્ષા થઇ છે. એવામાં જ્યારે રજનીશનો વરઘોડો પહોંચ્યો તો ત્યાં લગ્નનો સંપૂર્ણ કાર્યક્રમ હિમવર્ષા વચ્ચે કરવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો: 183 વર્ષ પછી કર્યું આ મહિલા ટુકડીનું નેતૃત્વ, બસ કંડેક્ટરની પુત્રીએ રચ્યો ઇતિહાસ
વરરાજા જ્યારે પોતાની દુલ્હનને લઇને પરત આવી રહ્યો હતો. ત્યારે દુલ્હનને પણ 6 કિ.મી બરફમાં ચાલીને આવ્યું પડ્યું હતું. જણાવી દઇએ કે હિમવર્ષાના કારણે કેદારનાથ વિધાનસભામાં આવતા 70 ગામ બરફથી ઢંકાઇ ગયા છે. એવામાં લગ્ન નહીં બાળકોનું ભણતર પણ ઘણું પ્રભાવિત થઇ રહ્યું છે. સતત થઇ રહેલી હિમવર્ષાના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને ચાલતા સ્કૂલ જવાનો વારો આવ્યો છે. ચોપતા તુંગનાથ, મદમહેશ્વર ઘાટી, કાલી ઘાટી સહિત ઘણા વિસ્તારોમાં હિમવર્ષાથી ગામ ઢંકાયેલા છે.