મહિલાની નિર્દયતાથી પીટાઈનો Video થયો વાયરલ, AAP ધારાસભ્ય પર આરોપ
એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) ના શાલીમાર બાગ (Shalimar Bagh) વિસ્તારમાં એક મહિલાની નિર્દયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ. આ હુમલો 19 નવેમ્બરના રોજ થયો હતો. પીટાઈ બાદ મહિલાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ડિસ્ચાર્જ થયા બાદ પીડિતાએ આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક વિધાયક પર ગુંડા મોકલી પીટાઈ કરાવવાનો આરોપ છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક મહિલા સાથે કેટલાક પુરુષો અને મહિલાઓ લાકડી અને ડંડાથી મારપીટ કરી રહ્યા છે.
પપ્પાએ પ્રેમથી આપેલું સ્કૂટી યુવતી શરમની મારી વાપરી જ નથી શકતી, કારણ છે આ નંબરપ્લેટ
તમે પણ જુઓ Video
મહિલાની એટલી ખરાબ રીતે પીટાઈ કરવામાં આવી હતી કે તે પોતાના પગ ઉપર પણ ઊભી રહી શકતી નહતી. ગત મંગળવારે તે જેવી વ્હીલચેર દ્વારા હોસ્પિટલથી બહાર આવી કે તેણે સૌથી પહેલા CCTV ફૂટેજ કઢાવ્યા જેથી કરીને કાનૂની મદદ દ્વારા તે દોષિતોને સજા અપાવી શકે.
Shocking! મેરેજ હોલમાં ભીષણ આગ લાગી છતાં લોકો ભોજનની મજા લેતા રહ્યા, Video થયો વાયરલ
ફરાર આરોપીઓની શોધ ચાલુ
પોલીસનું કહેવું છે કે આ મામલે અમે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube