નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર માટે આર્થિક ક્ષેત્રે ચિંતામાં વધારો કરતા આંકડા આવ્યા છે. ઓક્ટોબર, 2019ના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન(GST Collection)માં 5.29% નો ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનાનું સરકારનું જીએસટી કલેક્શન રૂ.95,380 કરોડ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબર,2019 મહિના કુલ જીએસટી(GST) કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી(CGST)નો હિસ્સો રૂ.17,582 કરોડ અને રાજ્ય જીએસટી (SGST) નો હિસ્સો રૂ.23,674 કરોડનો રહ્યો છે. ઈન્ટીગ્રેટેડ જીએસટી (IGST) રૂ.46,517 કરોડ (જેમાં રૂ.21,446 કરોડ આયાત કરનો સમાવેશ થાય છે) રહ્યું છે, જ્યારે સેસ દ્વારા સરકારને રૂ.7,607 કરોડ (જેમાં રૂ.775 કરોડ આયાત કરનો સમાવેશ થાય છે)ની આવક થઈ છે. સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ફાઈલ કરવામાં આવેલા કુલ GSTR 3Bની રકમ રૂ.73.83 લાખ રહી છે. 


નાણામંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, "સરકાર દ્વારા સીજીએસટીના રૂ.20,642 કરોડ અને આઈજીએસટીમાંથી રૂ.13,971 કરોડ રેગ્યુલર સેટલમેન્ટ તરીકે ચૂકવવામાં આવ્યા છે. ઓક્ટોબર, 2019માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સીજીએસટી દ્વારા રૂ.38,224 કરોડ અને એસજીએસટી દ્વારા રૂ.37,645 કરોડની મહેસુલી આવક થઈ છે."


ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીજા મહિને મોટો વધારો, હવે આટલામાં મળશે સિલિન્ડર


ઓક્ટોબર મહિનામાં તહેવારોની સીઝન અને કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કરવામાં આવેલી કેટલીક જાહેરાતો બાદ પણ સરકારના જીએસટી કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે. જીએસટી કલેક્શનમાં ઘટાડાની સીધી અસર ગ્રાહકની માગમાં ઘટાડો અને કુલ આર્થિક મંદી તરફ ઈશારો દર્શાવે છે. સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 19 મહિનાનું સૌથી ઓછું રૂ.91,916 કરોડ થયું હતું. 


નાણા મંત્રાલયે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, "ઓક્ટોબર, 2019માં મહેસુલી આવકમાં 5.29 ટકાનો ઘટાડો ઓક્ટોબર, 2018ની સરખામણીમાં જોવા મળ્યો છે. જોકે, એપ્રિલ-ઓક્ટોબર 2019ના સમયગાળામાં એપ્રિલ-ઓક્ટોબર, 2018ના સમયગાળાની સરખામણીએ ઘરેલુ વપરાશમાં 6.74 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આયાતમાં ઘટાડાને કારણે કુલ જીએસટી કલેક્શન 3.38 ટકા જ વધ્યું છે."


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....