ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીજા મહિને મોટો વધારો, હવે આટલામાં મળશે સિલિન્ડર

ઓઇલ કંપનીઓ એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ બીજી તરફ ઓઇલ કંપનીઓએ ફરીથી રસોઇ ગેસ (LPG Cylinder)ના ભાવમાં વધારો કરી દીધો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે રસોઇ ગેસની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના અનુસાર 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં 1 નવેમ્બરથી 76.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રીજા મહિને મોટો વધારો, હવે આટલામાં મળશે સિલિન્ડર

નવી દિલ્હી: ઓઇલ કંપનીઓ એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ બીજી તરફ ઓઇલ કંપનીઓએ ફરીથી રસોઇ ગેસ (LPG Cylinder)ના ભાવમાં વધારો કરી દીધો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે રસોઇ ગેસની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના અનુસાર 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં 1 નવેમ્બરથી 76.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધવાથી દિલ્હીમાં 1 નવેમ્બરથી સબસિડી વિનાના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 681.50 રૂપિયા થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનામાં આ સિલિન્ડર 605 રૂપિયામાં મળતો હતો. 

બધા શહેરોમાં બદલાયા સિલિન્ડરના ભાવ
બીજી તરફ 19 કિલોવળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 119 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત લાગૂ થયા બાદ આ સિલિન્ડરની કિંમત 1204 રૂપિયા થઇ ગઇ છે. આ પહેલાં ઓક્ટોબરમાં આ સિલિન્ડર 1085 રૂપિયામાં મળી રહ્યા હતા. આ ઉપરાંત 5 કિલોવાળા નાના સિલિન્ડર હવે 264.50 રૂપિયા મળશે. ત્રણેય પ્રકારના સિલિન્ડરની વધેલી નવી કિંમત 1 નવેમ્બરથી લાગૂ થઇ જશે. 1 નવેમ્બરથી અલગ-અલગ શહેરોમાં કિંમત બદલાઇ ગઇ છે.  

1 નવેમ્બરથી કલકત્તામાં રસોઇ ગેસ સિલિન્ડરની કિંમત 706.00 રૂપિયા થઇ ગઇ છે. તો બીજી તરફ મુંબઇમાં આ સિલિન્ડર 651.00 રૂપિયામાં મળશે. ચેન્નઇમાં એક સિલિન્ડર માટે 695 રૂપિયા ચુકવવા પડશે. કોમર્શિયલ સિલિન્ડર કલકત્તામાં 1258 રૂપિયા, મુંબઇમાં 1151.50 રૂપિયા અને ચેન્નઇમાં 1319 રૂપિયામાં મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news