નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે માલ એન્ડ સેવા કર (જીએસટી) પરિષદમાં પહેલી બેઠક હશે. આ બેઠકમાં અન્ય મુદ્દાઓ ઉપરાંત ઇલેક્ટ્રીક વાહનો પર જીએસટી દરોને 12 ટકાથી ઘટાડીને પાંટ ટકા કરવા અને રાષ્ટ્રીય નફાખોરી વિરોધી પ્રાધિકરણ (એનએએ)ને એક વર્ષનો વિસ્તાર કરવા અંગે વિચારણા કરવામાં આવી શકે છે. જીએસટી પરિષદની આ 35મી બેઠક હશે. સીતારમણની આગેવાનીમાં પહેલીવાર યોજાવા જઇ રહેલ પરિષદની આ બેઠકમાં સિંગલ વિન્ડો રિફંડ પ્રોસેસ અને ઇ-ચાલન (ઇ-ઇનવોઇસ) ઇશ્યું કરવા માટે કંપનીઓ માટે એક પ્રણાલીનાં નિર્માણ અંગે પણ ચર્ચા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે
ઇ ઇનવોઇસ ફરજીયાત કરવા અંગે લાગી શકે છે મહોર
આ ઉપરાંત બેઠકમાં 50 કરોડ રૂપિયાથી વધારેનાં કારોબાર વાળી બિઝનેસ ટુ બિઝનેસ એકમોનાં વેચાણ માટે ઇ ઇનવોઇસ ઇશ્યું કરવા માટે પણ આદેશ આપવા અંગે વિચારણા કરવામાં આવશે. રાજ્યોનાં તમામ સિનેમાઘરોમાં ઇ ટિકિટિંગ ફરજીયાત કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. હાલ રાજ્ય દ્વારા ચલાવવામાં આવતી લોટરી પ્રણાલી પર 12 ટકા ટેક્સ વસુલવામાં આવે છે. 


ભાજપથી ખુશ નથી ઝારખંડના આદિવાસી, વિકાસનાં નામે થઇ રહ્યો છે વિનાશ: JDU
હિમાચલના કુલ્લુમાં બસ ખાઇમાં ખાબકી: 20નાં મોત અનેક ઘાયલ


ઇલેક્ટ્રીક વાહન પર 5 ટકા ટેક્સની સંભાવના
ઇલેક્ટ્રીક વાહનોનાં મેન્યુફેક્ચરિંગ વધારવા માટે જીએસટી પરિષદ એવા વાહનો પર જીએસટી દરોને 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનાં પ્રસ્તાવ અંગે પણ વિચાર કરી શકે છે. પેટ્રોલ, ડિઝલ ગાડીઓ અને હાઇબ્રિડ વાહનો પર જીએસટીનું સૌથી ઉંચો 28 ટકાનો દર લાગે છે. આ ઉપરાંત વધારાનો કર પણ લાદવામાં આવેલો છે. સીતારમણે ગત્ત મહિને જ નાણામંત્રીની જવાબદારી સંભાળી હતી.